Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટ તંત્રમાં સંકલનનો અભાવ : સ્થિતિ જોખમી

કલેકટર-પોલીસ-મહાપાલિકા વચ્ચે જવાબદારીની ફેકા-ફેકી : લોકો હેરાન : કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠીયાનો આક્રોશ : પોલીસ પાન-બીડી પકડે છે, હેરોઇનનું ખુલ્લેઆમ વેચાણઃ જંગલેશ્વરમાં કહેવા પૂરતી જ કિલ્લેબંધી : ભાજપના નેતાઓ-પોલીસ જ દાદાગીરી કરે છે : પરપ્રાંતિયો અંગે સ્પષ્ટ નીતિનો અભાવ

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઇ ડાંગર અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શ્રી વશરામભાઇ સાગઠીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૪ : મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવથી સ્થિતિ જોખમ બની શકે છે. આ સામે ગુજરાત સરકાર ગંભીર નહિ બને તો રાજકોટમાં કોરોના ફેલાતા વાર નહિ લાગે, તેમ કોંગ્રેસના નેતાઓ અશોકભાઇ ડાંગર અને વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું.

શ્રી ડાંગર-સાગઠીયા કહે છે કે, વાહનની ડેકીમાં રહેલા પાન-બીડી તંત્ર ગેરકાયદે પકડે છે, પરંતુ હેરોઇનનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગઇકાલે કલેકટરે પરપ્રાંતિઓ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી, પણ ટ્રેન કયારે દોડશે તે જણાવ્યું નથી.

શ્રી ડાંગર-સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં સરકારી તંત્રમાં સંકલનનો અભાવ કલેકટર-પોલીસ-મહાનગરપાલિકા વચ્ચે જવાબદારીઓની ફેંકાફેંકી થઇ રહી અને જેને જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક કામ કરવાને બદલે ફોટોસેશન કરી મુખ્યમંત્રીશ્રી અને સરકારને સારૃં લગાડવા માટે સારા રીપોર્ટ મોકલે છે જેના કારણે જ રાજકોટ રેડ ઝોનમાં હોવા છતાં ઓરેન્જ ઝોનનો રીપોર્ટ આપીને ફરીથી નિયમો રેડ ઝોનના પાડવા તો આમાં તંત્ર શું કહેવા માંગે છે? કોઇપણ જાતની સીધી ગાઇડલાઇનના હોવાથી પ્રજા વ્યથિત અને હેરાન પરેશાન થાય છે જેના કારણે પ્રજા દુઃખી થઇ છે. જંગલેશ્વર વિસ્તારમાં અભેદ કિલ્લેબંધીનું દાવો કરતું તંત્ર ફરકયું અને લોકડાઉન હોવા છતાં હેરોઇન અને નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેંચાણ અને ત્રણ ત્રણ વખત ડીલેવરી લેવડદેવડ થવા છતાં કંઇ થયું નથી. એ ઉપરાંત લોકો પણ ભાગી ગયા તો તંત્રની કિલ્લેબંધી ઉપર ભરોસો કરવો કે કેમ?

કોંગી અગ્રણીઓ કહે છે કે, કલેકટર દ્વારા પાસ ઇશ્યુ કરાયા હોવા છતાં પાસ ધારકોને હેરાન કરી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાય છે તો આને સંકલનનો અભાવ ગણવો કે શું? પોલીસ પોતે જ મુખ્યમંત્રીશ્રીના વિસ્તારમાં રાત્રે વેપારીઓને ઘરેથી ઉપાડી દુકાનો ખોલાવી અને ભાજપની સાંઠગાંઠ સાથે પ્રાઇવેટ ગાડીઓમાં માલ ભરી દાદાગીરીથી લઇ જવો આને શું લોકશાહી કે સરમુખત્યાર શું કહેવાય? સૌરાષ્ટ્રમાં અને ખાસ રાજકોટમાં લોકડાઉનના ભંગના જે કોઇ વિવાદો થયા એ ભાજપના આગેવાનોના નામે થયા જેવા કે દાદાગીરી કરવી. લોકડાઉનના નિયમોનો ભંગ કરવો, જાહેરનામાનો ભંગ કરવો વગેરે તમામ પ્રકારના સરકારે બનાવેલા અને અમલમાં મુકેલા નિયમોનું ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે જયારે કોંગ્રેસ તો બંધારણની કલમો અને સરકારે બનાવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહી છે અને આ કપરા સમયમાં લોકોને ખભેખભા મિલાવી હર હંમેશ ઉભી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પરપ્રાંતીય મજુરોને પોતાના વતનમાં જવા માટે ઓનલાઇન ફોર્મ છે જે અંગ્રેજીમાં છે આ મજુરોને અંગ્રેજી કે ગુજરાતી આવડતું ન હોય અને સ્માર્ટફોન અને ટેકનીકલ નોલેજ ના ધરાવતા હોય તેમજ રોજેરોજનું લાવી અને ખાનારો વર્ગ હોય આ વર્ગના લોકો માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદ કરશે. તેમ ડાંગર-સાગઠિયાઓ જણાવ્યું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવેલ છે તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર

 

 

ક્રમ

           નામ

મોબાઇલ નંબર

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ

૭પ૭પ૦ ૭૬૯૭૭

વિરલ ભટ્ટ

૯૩૭૭૭ ૩૦પપપ

ગોપાલ મોરવાડીયા

૮૦૦૦૩ ૧ર૩૧૪

અંકુર માવાણી

૯૭૧ર૬ ૬૬૪૬૪

ગૌતમભાઇ

૯૭ર૭૪ પ૪૭૮પ

આશિષસિંહ વાઢેર

૯૯૯૮ર ૦૦૦૧૧

નીલેશભાઇ ભાલોડી

૭૮૧૭૦ ૮૮૦૦૧

કમલેશ કોઠીવાર

૯૯૦૪પ ૦૦૦૦૧

નરેશભાઇ પરમાર

૯૯૦૪૮ ૧૮૮૧૮

(2:59 pm IST)