Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રવિ રેસીડેન્સી પરિવાર દ્વારા વિવિધ સેવાકાર્યો-સન્માન

રાજકોટઃ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે રવિ રેસીડેન્સી પરિવાર તરફથી અંદાજે ૧૮,૯૦૦ લોહી એકત્ર કરવામાં આવ્યુ હોવાનું યાદીમાં જણાવાયું છે. રવિ રેસીડેન્સી (સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ)ની રવિ સેવા સમીતી દ્વારા છેલ્લા ૪૦ દિવસથી  સેવા કાર્યો ચાલુ થયા હતા. તેમાં દરરોજ ૧૬૦થી વધારે લોકોને ગુરૂદ્વારા કમિટી દ્વારા તૈયાર કરવામાંં આવતુ ભોજન ઘરે ઘરે પહોંચાડવામાં આવતુ સાથો સાથ દરરોજ સવારે ઘરોમાં ઉકાળાના પાઉડરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સોસાયટીના સફાઇ કામદારો અને સોસાયટીના સિકયુરીટી ભાઇઓનું પણ તેમના પરિવાર સાથે સન્માન કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત યુનીવસીર્ટી રોડ પોલીસ મથકના પી.આઇ. શ્રી ઠાકર, શ્રી રબારી, શ્રી ગેરવાડીયા, રાવતભાઇ ડાંગર, અલ્પેશભાઇ એરવાડીયા, ઇકબાલભાઇ સહિતના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવા રવિ રેસીડેન્સીના તમામ પરીવારોએ જહેમત ઉઠાવેલ હતી. તમામ રકતદાતાઓનું સન્માન કરવામાં આવેલ.

(2:58 pm IST)