Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સીંગતેલમાં ૧૦ રૂ.નો ઉછાળો નવા ડબ્બાનો ભાવ ૨૩૦૦ રૂ.

રાજકોટ, તા., ૪: સીંગતેલમાં થોડોક સમય ભાવ સ્થિર રહયા બાદ આજે ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો અને નવા ડબ્બાનો ભાવ ૨૩૦૦ રૂ. થઇ ગયો હતો.

સ્થાનીક બજારમાં મગફળીની આવકો ઘટયાના અહેવાલે સીંગતેલમાં ૧૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૩૧પ રૂ. હતા તે વધીને ૧૩રપ રૂ. થઇ ગયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ રર૪૦ થી રર૯૦ રૂ. હતા તે વધીને રરપ૦ થી ર૩૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. અન્ય સાઇડ તેલોના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી.

(2:57 pm IST)