Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

નર્સિંગ, Ph.D તથા પોસ્ટ ડોકટરલ સ્ટડી માટે સ્કોલરશીપ મળી રહી છેઃ કરો અરજી

કુષ્ઠ રોગથી પીડીત માતા-પિતાની પુત્રીઓ માટે નર્સિંગનો અભ્યાસ કરવાની તકઃ વિજ્ઞાન અને એન્જીનીયરીંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં સંશોધન કરવા અને તે સંદર્ભે અમેરિકા જવા માટે ફેલોશીપઃ પીએચ.ડી./એમ.ડી./એમ.એસ. થયેલા માટે સોેનેરી તક

રાજકોટ તા. ૪ : જીવનમાં કોઇપણ પરિસ્થિતિ હોય, પરંતુ તે તમામ સંજોગોમાં શિક્ષણનું મહત્વ જરા પણ ઓછું આંકી શકાય નહીં. શિક્ષણ, માહિતી, જ્ઞાન અને સંશોધન થકી જ જીવનમાં આગળ વધી શકાય છે, અને રાષ્ટ્ર તથા સમાજને પણ ઉપયોગી થઇ શકાય છે. ઉચ્ચ શિક્ષણના સહારે કારકિર્દી બનાવવા તથા સંશોધન કરવા માટે અને નર્સિંગનો અભ્યાસ કરવા માટે હાલમાં ઉપલબ્ધ સ્કોલરશીપ-ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો...

. નર્સિંગ સ્કોલરશીપ ફોર ગર્લ્સ, સાસાકાવા ઇન્ડિયા લેપ્રોસી ફાઉન્ડેશન ર૦ર૦ (SILF) અંતર્ગત આપ મેળે વસેલી કુષ્ઠ કોલોનીમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે આ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. નર્સિંગનો અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીનીઓ અરજી પાત્ર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા બાયોલોજી સાથે ધોરણ-૧ર પાસ વિદ્યાર્થીનીઓ કે જેઓની ઉંમર ૧૭ વર્ષથી વધુ છે અને જેઓ બી.એસ.સી. નર્સિંગ (બેઝીક)નો અભ્યાસ કરવા ઇચ્છે છે તથા જેઓના માતા-પિતા કુષ્ઠ રોગથી પીડીત છે અને આપમેળે બનેલી કુષ્ઠ કોલોનીમાં રહે છે તેઓ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે. સ્કોલરશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીનીઓને વધુમાં વધુ ૮૮ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ તથા એક હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/પ/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IFN2

. SERB નેશનલ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ (NPDF) ર૦ર૦ અંતર્ગત વિજ્ઞાન અને એન્જીનીયરીંગ અનુસંધાન બોર્ડ (SERB), GOI દ્વારા યુવા સંશોધકો માટે આ સ્કોલરશીપ આપવામાં આવે  છે. સાથે-સાથે SERB સંશોધકોને વિજ્ઞાન તથા એન્જીનીયરીંગના છેવાડાના ક્ષૈત્રોમાં સંશોધન કરવા સમર્થન આપી રહ્યું છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય નાગરિકોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી./ એમ.ડી. કે એમ.એસ.ની ડીગ્રી મેળવેલ હોય અને અરજી કરવાના સમયે જેઓની ઉંમર ૩પ વર્ષથી ઓછી હોય તેઓ આ ફેલોશીપ માટે તારીખ ૧૩/પ/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ફેલોશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ૩ લાખ રૂપિયાનું અનુસંધાન અનુદાન તથા પપ હજાર રૂપિયા સુધીનું માસિક વેતન મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/NPD8

. ફુલબ્રાઇટ-નહેરૂ ડોકટરલ રીસર્ચ ફેલોશીપ ર૦ર૧-રર અંતર્ગત યુનાઇટેડ સ્ટેટ્સ -ઇન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન (USIEF) દ્વારા પીએચ.ડી.માટે પસંદ થયેલ ભારતીય સંશોધકો માટે ૬ થી ૯ મહિનાની આ ફેલોશીપ જાહેર કરવામાં આવી છે. પસંદ થનાર સંશોધકોને ઘણા બધાં આર્થિક લાભો મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ  ૧ સપ્ટેમ્બર, ર૦૧૯ ના રોજ કે તે પહેલા કોઇપણ ભારતીય સંસ્થામાં પીએચ.ડી. કરવા માટે પસંદ થયા છે તેઓ આ ફેલોશીપ માટે અરજીપાત્ર છે. ફેલોશીપ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને ખોટી-ડીગ્રી અભ્યાસક્રમોનું ઓડીટ કરવા માટે, સંશોધન કરવા તથા અમેરિકામાં ઉપરોકત વાતાવરણમાં વ્યવહારિક કાર્યનો અનુભવ પ્રાપ્ત કરવા અને પ્રવાસ, વિઝા, મેડીકલ સર્વિસ સાથે-સાથે આવવા-જવાનું વિમાન ભાડું સહિતના લાભો પ્રાપ્ત થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ/૭/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/FDR5

વિજ્ઞાન તથા એન્જીનીયરીંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં સંશોધન કરીને સમાજને ઉપયોગી થવાનો તથા અમેરિકામાં સંશોધન સંદર્ભે વ્યવહારિક કાર્યનો અનુભવ મેળવવાનો અમૂલ્ય મોકો આવ્યો છે. સાથે-સાથે જે વિદ્યાર્થીનીઓના માતા-પિતા કુષ્ઠ રોગથી પીડીત છે તે વિદ્યાર્થીનીઓ નર્સિંગ ક્ષેેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે પણ સ્કોલરશીપ મળી રહી છે.

યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(2:55 pm IST)