Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વાયરસ સાથે જીવતા શિખવું પડશે

તંત્રી શ્રી,

આદરણીય કિરીટભાઇ સાહેબ, હું અકિલા પેપર વાંચવામાં ખુબ જ રસ ધરાવું છું, અકિલા આવતા સચોટ સમાચારથી અકિલા મારૃં પહેલી પસંદનું સમાચાર પત્ર છે.

નમ્ર વિનંતી કે નીચે મારા સ્વ હસ્તે લખેલ પ્રથમ પ્રયત્નથી લખેલ ખુબ જરૂરી લેખ આપના સમાચાર પત્રમાં છાપવા વિનંતી.

''વાયરસ સાથે જીવતા શીખવું જરૂરી''

કોરોના વાયરસથી હવે એવી અનુભૂતિ થાય છે કે વાયરસની સાથે જીવતા શીખવું જ પડશે. તો હવે એક નવા રીતે રીવાજ ખાણીપીણી રહેણી કહેણીમાં સુધારની સાથે હવે નવી શરૂઆત કરવી પડશે. મેલેરીયા, પોલિયો, જીકા, સ્વાઇન ફલૂ, ન્યુમોનીયા સ્પેનિશ ફલૂ પણ ભયંકર વાયરસ હતા, કયાં સુધી આ વાયરસને પ્રતિકાર કરી શકે તેવી દવા ન હતી, સનાતન સત્ય, તમે બધા યે અનુભવ પણ કર્યો હશે કે જેમ દવાની શોધ થાય તેમ ભગવાન નવા કોઇ વાયરસને જન્મ આપે છે.  નવા કોઇ વાયરસ જુનાથી ભયંકર હોય છે. ઇશ્વરને કોઇ પહોંચી શકતુ નથી માટે ભયંકર વાયરસ સાથે જીવતા શીખવું જ પડશે. કેટલા દિવસ ઘરમાં બંધ રહેશુ ? આજે વિશ્વ આખું ભારતના વખાણ કરે છે.

કેમકે આજે ભારત વિશ્વનાં પહેલી હરોળનાં દેશો કરતા ખુબ સારી રીતે કોરોનાની સામે લડત આપી રહ્યો છે. જેમાં હાલની કેન્દ્ર સરકારની દીર્ધ દૃષ્ટિ, કુશળ નિર્ણય શકિત સાથે સાથે ભારતના નાગરિકોની રોગ પ્રતિકારક શકિતએ ખુબ જ મોટો ભાગ ભજવેલ છે.

મિત્રો વિચારવા જેવું કે  આપણા વડીલો જેવી આપણા બાળકોની રોગ પ્રતિકારક શકિત હશે ??? હું માનું છું કે નહીં હોઇ કેમકે, આપણે ધુળમાં રમતા હતા. ગામડાની શેરીઓમાં દોડમદોડ કરીને રમતા હતા. આવી અનેક રમતો રમતા હતા. જેનો રોગ પ્રતિકારક શકિત વધારવામાં ઘણો ફાળો હતો, આજે બાળક ટીવી, મોબાઇલમાંથી નવરો નથી થતો. ઉપરોકત રમતની સાથે ખુબ જ અગત્યનું પરિબળ ખોરાક છે. આજની આધુનિક માતાઓ બાળક તથા પોતાનો પરિવારે કેટલો મેંદો ખાધો તેના પર થી ગર્વ લે છે. હવે પછીના જમાનામાં એજ પરિવાર સ્વસ્થ રહેશે જેના ઘરમાં રસોય બનાવતી સ્ત્રીને ખ્યાલ હશે કે આજે મે મારા પરિવારને કેટલી ચરબી ખવડાવી ? આજે આટલા વિટામિન, મિનરલ, શરીર માટે જરૂરી બેલેન્સ પોષક તત્વો ખવડાવ્યા, રોગ પ્રતિકારક શકિત યોગ, કસરતની સાથે, ખોરાક પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે તો ઇશ્વરની ખુબ જ કૃપા છે કેમકે જીવતી જડીબુટી સમાન મરી મસાલા, લીલા શાકભાજી, કઠોળ, ફળ ફ્રુટ જે આપણા રસોડામાં હરહંમેશ હાજર જ હોય છે, પરંતુ આજે રીફાઇન્ડ તેલ, ખાંડ, અતિ મીઠું (સોલ્ટ), મેંદાએ જીવિત જડીબુટીની જગ્યા લઇ લીધી છે. આજે આપણે જોયું કે ઇટલી, અમેરિકા, સ્પેન, ફ્રાંસ, જર્મની જેવા અત્ય આધુનિક દેશો કે જેમની મેડિકલ સારવાર, ત્યાંની હોસ્પિટલ વિશ્વમાં પહેલી હરોળમાં આવે છતાં આજે હજારો નાગરિકો દરરોજ જીવ ગુમાવે છે કેમકે ત્યાંના નાગરિકનું જીવન મેંદા પર આધારિત છે. રોગ પ્રતિકારશકિત આપણા પરિવારની નહિ હોઇ તો આવતા ભવિષ્યમાં ઉપરોકત દેશ જેવી હાલત આપણી થતા કોઇ નહિ રોકી શકે. માટે  જીવતી જડી બુટી સમાન મરી મસાલાનો ઉપયોગ તથા યોગ, રમત ગમત, કસરત તરફ વળવું જ પડશે.

- મનસુખ ગાંગાણી

૭૮૭૮ર ૩પરપર.

(2:52 pm IST)