Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન ભંગના ૮૨ કેસમાં ૧૦૦ શખ્સો સામે કાર્યવાહી : ૧૪૪ વાહનો ડીટેઇન

રાજકોટ,તા.૧૫ : કોરોના વાયરસના  સંક્રમણને અટકાવવા જીલ્લામાં એસ.પી. બલરામ  મીણાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ઠેર-ઠેર લોકડાઉનની કડક અમલવારી કરાઇ રહી છે. ગઇકાલે લોકડાઉન ભંગના ૮૨ કેસમાં ૧૦૦ શખ્સોની ઘરપકડ કરાઇ હતી. જ્યારે ૧૪૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

લોકડાઉન અંતર્ગત અગત્યના કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અંતમાં એસ.પી. બલરામ મીણાએ અપીલ કરી છે.

રૂરલ એસ.પી બલરામ  મીણા એ જણાવ્યુ હતું કે ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીઝ વસ્તુ સીવાયની દુકાનો, રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખ માણસોના સમુહને એકઠો કરી, કોઇ પણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને તેના કારખના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ  રહી છે. ગઇકાલે જીલ્લાના અલગ અલગ પોલીસ મથકે વિસ્તારમાં લોકડાઉન ભંગના ૮૨ ગુન્હનાો દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૦૦ શખ્સોની ધરપકડ કરાઇ હતી તેમજ અમવીએક ૨ ૨૦૭ હેઠળ ૧૪૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

(2:50 pm IST)