Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટના ગણાત્રા પરિવારની શ્વેતા વડોદરામાં કોરોના વાયરસના દર્દીઓની 'સેવા'ને જ 'પૂજા' માની રહી છે

રાજકોટ, તા., ૪: કોરોના વાયરસની પરિસ્થિતિમાં અન્ય લોકો જયારે ઘરમાં રહી લોકડાઉનના નિયમોનું પાલન કરી પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત છે  ત્યારે અન્ય તબીબો અને નર્સીગ સ્ટાફની  માફક રાજકોટના વેપારી અગ્રણી અશ્વીનભાઇ ગણાત્રાની સુપુત્રી ડો. શ્વેતા ગણાત્રા હોટસ્પોટ બનેલા વડોદરામાં કોરોના વાયરસના દર્દીઓની 'સેવા'ને પોતાની 'પૂજા' માની સેવાકાર્યમાં સતત વ્યસ્ત રહી પોતાના પરિવારને પોતાની કોઇ જાતની ચિંતા કરવા સામેથી ફોન કરી જણાવી રહી છે.

 

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી ડો.શ્વેતા ગણાત્રા જે રીતે વડોદરામાં પોતાના માયાળુ વર્તન દ્વારા  કાળજી લઇ રહી છે તેને પરિણામે સૌરાષ્ટ્રની ધરતીની માનવતા અને કોઇ પણ જાતની આપતીકાળમાં મોખરે રહેતા રાજકોટની શાન વધારવા સાથે  ગણાત્રા પરિવારનું ગૌરવ વધારી રહી છે. એડીશ્નલ કલેકટર કક્ષાના અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કેતનભાઇ ઠક્કર શ્વેતાના માસા થાય છે.

(12:29 pm IST)