Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં અટિકા વિસ્તારમાં 1500થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા: પોલીસ કાફલો પહોંચ્યો : વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ : પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ

રાજકોટમાં અત્યારે 5 વાગે ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા જવાના રસ્તે અનેક પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે,રોડ બ્લોક કર્યાંનું  જાણવા મળે છે. સ્થિતિ ગંભીર દર્શાય છે. પોલીસ દોડી ગઈ છે. પોલીસ દ્વારા માઈક મારફત લોકોને સમજાવવા પ્રાયસ થઇ રહ્યાં છે

(5:29 pm IST)