Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

બારએસો.દ્વારા કાયદાના વિદ્યાર્થીઓને નિશુલ્ક સનદ ફોર્મનું વિતરણ શરૂ કરાયુ

રાજકોટ, તા.૪: રાજકોટ બાદ એશોસીએશનની યાદી જણાવે છે કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા નવી સનદ નોધાવવા માટેના ફોર્મ આવી ગયેલ હોય જે વિદ્યાર્થીઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા સનદ માટે એપ્લાય કરવાનુ હોય તેવા કાયદાના વિદ્યાર્થીઓને રાજકોટ બાર એશોસીએશન માંથી સનદ માટેના ફોર્મ નીઃશુલ્ક સવારે ૧૧:૦૦થી બપોરે ૨:૦૦ કલાક દરમ્યાન રાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેરીમાથી મેળવી લેવા રાજકોટ બાર એશોસીએશનના હોદેદારો પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબેરી સેક્રટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીલ, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:44 pm IST)