Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મારામારીમાં સંડોવાઇ ચુકેલા જંગલેશ્વરના અહેમદહુશેન અને ગુલામમુસ્તુફા પાસામાં

વડોદરા અને અમદાવાદ જેલમાં: ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૪: જંગલેશ્વર-૨૩માં રહેતાં અહેમદમિંયા હુશેનમિંયા કાદરી (ઉ.૩૫) અને ગુલામમુસ્તુફા હુશેનમિંયા કાદરી (ઉ.૨૮) અગાઉ મારામારીના ગુનામાં પકડાયા હોઇ આ બંનેને પાસામાં ધકેલવાનો હુકમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરતાં અહેમદને વડોદરા જેલમાં અને ગુલામમુસ્તુફાને અમદાવાદ જેલમાં ધકેલાયો છે.

પીસીબીની દરખાસ્તને શ્રી અગ્રવાલે મંજુર કરી પાસાના વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.બી. જેબલીયા, બી. બી. કોડીયાતર, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. પ્રવિણભાઇ સોનારા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા સહિતે વોરન્ટની બજવણી કરી હતી.

(3:24 pm IST)