Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

બે કરોડનું લોન કૌભાંડ : એનએસઆઇસીના ચાર અધિકારીઓને ૩-૩ વર્ષની સજા ફટકારી

રાજકોટ તા. ૪ : નેશનલ સ્કોર ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એન.એસ.આઈ.સી.માંથી રૂ.૨ કરોડની લોન મેળાપીપણામાં આપીને કૌભાંડ આચરવા બદલ સીબીઆઈના ખાસના જજ જનકકુમાર કે. પંડયાએ ચાર અધિકારી સહિત પાંચ જણાને ગુનેગાર ઠરાવીને ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, એન.એસ.આઈ.સી.ને જે ભંડોળ સોંપવામાં આવ્યુ હતુ તે ભંડોળ તેમના નિયંત્રણ હેઠળ હતુ તેનો અપ્રમાણિક પણે અને કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને વધુમાં વધુ સજા કરવી ન્યાયહિતમાં જરૂરી છે.

આ કેસમાં સજા પામેલા આરોપીઓમાં એન.એસ.આઈ.સી.માં રીજીયોનલ ડાયરેકટર તરીકે આર.એ.અગ્રવાલ,જોઈન્ટ મેનેજર ફાઈનાન્સ રોહિત ધીંગરા, ડેપ્યુટી ડાયરેકટર વી.કે.સહાની, એકાઉન્ટ ઓફિસર રાજેશ અરોરા, બંસીલાલ એન્ડ કંપની અને શ્રીંગાર એકસપોર્ટના બંસીલાલ મદનલાલ શાહનો સમાવેશ થાય છે.

(12:00 pm IST)