Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સપ્તસુર ગ્રુપના સંગાથે માઇલ્ડ સ્ટોન મેલોડીઝ જુના નવા ગીતોનો રસથાળ પીરસાશે

ગાયક કલાકારો પ્રવિણકુમાર પરમાર, અશ્વીની મહેતા, આશીત સોનપાલઃ મ્યુઝીક : એરેન્જર તુષાર ગોસાઇઃ ઉદઘોષીકા મીનલ સોનપાલઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ, તા., ૪: શહેરની સંગીતપ્રેમી જનતા માટે અવનવા મ્યુઝીકના કાર્યક્રમો ચેરીટી શો તેમજ ઘણી સંસ્થાઓમાં સંગીતના કાર્યક્રમો આપતા રહે છે. આગામી ૧ર-પ શનિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે જુના નવા સુપર હીટ ગીતો માઇલ સ્ટોન મેલોડીઝ શીર્ષક હેઠળ રસથાળ પીરસવા જઇ રહયા છે.

રાજકોટના નામાંકીત એડવોકેટ નોટરી શ્રી આશીત સોનપાલ સંગીતપ્રેમી છે. સંગીત ક્ષેત્રે ઉંડી સમજ ધરાવનાર શ્રી આશીત સોનપાલ ગાયકની સાથે ઓર્ગન ફલ્યુટ, માઉથ ઓર્ગન, ગીટાર જેવા વાજીંત્રો પણ વગાડે છે. વ્યવસાયે એડવોકેટ નોટરી હોવા ઉપરાંત સંગીત ક્ષેત્રે પોતાનો સમય અર્પણ કરે છે. આ કાર્યક્રમમાં કિશોરકુમારની સાથે નીતીન મુકેશ તથા સુરેશ વાદેકારજીના ગીતોની રજુઆત કરશે.

તેમની સાથે આ કાર્યક્રમમાં દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનાર જામનગરના શ્રી પ્રવિણકુમાર પરમાર રફીજીના ગીતો હેમુ ગઢવી હોલમાં ગુંજવશે. રાજકોટની કલાકારા જેમણે દેશ વિદેશમાં કળા પીરસી છે. રાજકોટનું ગૌરવ શ્રીમતી અશ્વીની મહેતા સુપર હીટ ગીતો રજુ કરીને લોકોને ડોલાવશે.

ફિલ્મી ગીતોમાં મુખ્ય ગાયકની સાથે ઘણા ગીતોમાં કોરસનું મહત્વપુર્ણ પાસું હોય છે. આ કાર્યક્રમમાં રાજકોટના શ્રી દર્શિતભાઇ કાનાબાર અને તેમની ટીમ કોરસના કામણથી ગીતોને મઢશે.

રાજકોટના ખ્યાતનામ મ્યુઝીક એરેન્જર શ્રી તુષાર ગોસાઇ સંગીત ક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવે છે. તેઓ મ્યુઝીક એરેન્જ કરશે તેમની સાથે તબલા નવાઝ શ્રી દિલીપભાઇ ત્રિવેદી (કાકા) શ્રી મિતુલ ગોસાઇ (ઓકટોપેડ), હિતેશ મહેતા (ગીટાર), સચિન શર્મા (બેઇઝ ગીટાર), જુલિયસ (કોંગો), ભારત ગોહેલ (ઢોલક), રાજેશ ત્રિવેદી (ડ્રમ), શ્રી પ્રકાશભાઇ વાગડીયા (સાઇડ રીધમ), તમામ ગીતો સંગીત બધ્ધ કરશે.

આ સંગીતના ભવ્ય કાર્યક્રમમાં ગાયકો, સંગીતકાર તેમજ શાયીઓનું સમાયોજન કરી મંચ સંચાલન રાજકોટના એડવોકેટ શ્રીમતી મીનલ સોનપાલ કરશે.

આ કાર્યક્રમને માણવા ટીકીટ માટે સંપર્ક ઓફીસ ૧૦ર આદિત્ય સેન્ટર, ફૂલછાબ ચોક ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન કરવો. મો. ૯૯૭૯૦ ૩પ૮૬૮

(4:50 pm IST)