Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

પી.આઇ. બી. પી. સોનારાની થોરાળામાં નિમણુંકઃ ચુડાસમા માલવીયામાં મુકાયા

રાજકોટ તા. ૪: શહેરમાં બદલી પામીને આવેલા પી.આઇ. બી. પી. સોનારા હાજર થયા બાદ તેમને થોરાળા પોલીસ મથકની જવાબદારી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે સોંપતા ગઇકાલે ચાર્જ સંભાળી લીધો છે. બીજી તરફ થોરાળામાં ફરજ બજાવતાં પી.આઇ. એન. એન. ચુડાસમાની બદલી માલવીયાનગર પોલીસ મથકમાં કરવામાં આવી છે.

માલવીયાનગરના પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયાની યુનિવર્સિટી પોલીસ મથકમાં બદલી થતાં આ જગ્યા ખાલી હતી અને ઇન્ચાર્જ તરીકે આર. જે. જાડેજા ફરજ બજાવતાં હતાં. હવે અહિ થોરાળાના એન. એન. ચુડાસમાને મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મુકાયેલા બી. પી. સોનારાએ અગાઉ મોરબીમાં પણ ફરજ બજાવી છે. પી.આઇ. સોનારા ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા માટે જાણીતા છે. ચાર્જ સંભાળતાની સાથે જ ડી. સ્ટાફને નક્કર કામગીરી કરવા કડક સુચના આપી હતી.

(4:50 pm IST)