Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પુનીતનગરમાં પિતા-પુત્ર પર દેવા, દિનેશ, રવિ અને રાજુની પર હુમલો

રાજુભાઇ વરાણીયાની ફરીયાદ પરથી ચાર સામે ગુનો

રાજકોટ તા.૪ : પુનીતનગર પાણીનાં ટાંકા પાસે ગુજરાત હાઉસીં બોડ કવાર્ટર પાછળ રહેતા રાજુભાઇ જયંતીભાઇ વરાણીયા (ઉ.૩૦) ગઇકાલે પિતા સાથે બહેન હિનાબેનને લેવા માટે ગયા હતા. ત્યારે દેવા, દિનેશ, રવિ તથા રાજુએ ઉશ્કેરાઇને પિતા-પુત્રને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રાજુભાઇએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડકોન્સ દીલીપસિંહએ તપાસ આદરી છે

ભગીરથ સોસાયટીમાં જીણાભાઇ પર હુમલો

સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા જીણાભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.પ૦) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્યરે નારણ ચના, ડાયા ચનાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી મારમારતા જીણાભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સર્વોદય સોસાયટીમાં પીન્ટુ રાઠોડ પર હુમલો

નવાથોરાળામાં સર્વોદય સોસાયટી શેરી નં.૧૦માં રહેતો પીન્ટુ વાલજીભાઇ રાઠોડ (ઉ.ર૬) રાત્રે નવાથોરાળા મેઇન રોડ પર હતો ત્યારે ચંદુએ ઝઘડો કરી ધોકાડવડે મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:22 pm IST)