Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભારત વિકાસ પરિષદ અને સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા લોકડાઉનમાં ભોજન સેવા

રાજકોટ : ભારત વિકાસ પરિષદ અને દ્દભાવના વૃધ્ધાશ્રમ તેમજ અર્પણ ફાઉન્ડેશન દ્વારા હાલ કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતીમાં બેસહાય બનેલા જરૂરતમંદ લોકોને તેમજ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સ્વજનોને ભોજન પહોંચાડવા માટે સેવા કાર્ય શરૂ કરવામાં આવેલ છે. એસ્ટ્રોન ચોક પર કૈલાસ ડાઇનીંગ હોલ ખાતે રસોડુ ધમધમતુ કરી દરરોજ એવરેજ પ૦૦ થી ૧૦૦૦ લોકોને ભોજન પહોંતુ કરવામાં આવે છે. બન્ને ટાઇમ મળી આજ સુધીમાં ૧૬૦૦ લોકોની જઠરાગ્ની ઠારવામાં આવી છે. આ સેવા યજ્ઞ માટે ભારત વિકાસ પરિષદના સર્વશ્રી પ્રવિણપુરી ગોસ્વામી, જેન્તીભાઇ ચૌહાણ, રમેશભાઇ દત્તા, જેન્તીભાઇ કોરાટ, કરશનભાઇ મેતા, મહેશભાઇ તોગડીયા, પ્રકાશભાઇ જોગી, અગ્રણી સમાજ સેવક રામભાઇ સેવા આપી રહ્યા છે. ઉપરાંત બાંધકામ સાઇટ, છાત્રાલય, ચોકીદાર, સીનીયર સીટીઝન વગેરે લોકો માટે આસ્થા,૧૫૦ ફુટ રોડ, મવડી, કોઠારીયા રોડ, વિસ્તારમાં પિયુષભાઇ અને ગૌતમભાઇ ગોસ્વામી અને સહયોગી યુવાનો સેવા આપી રહ્યા છે. આ રસોડાની જવાબદારી ચિરાગભાઇ અજમેરા અને વિકાસ પરિષદના વિભાગીય મંત્રી જેઠસુરભાઇ સંભાળી રહ્યા છે. અર્પણ ફાઉન્ડેશન દ્વારા ૫૦ મણ જારનું ૨૦ જેટલા ચબુતરામાં વિતરણ કરવામાં આવેલ. આ માટે કરૂણા ફાઉન્ડેશનના મિતલભાઇ ખેતાણી તેમજ એન.આર.આઇ. ડો. રજનીકાંત મહેતાનો સૌજન્ય બન્યા હતા.  સમગ્ર સેવા કાર્યોને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સૌ.કચ્છ પ્રાંત પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામી, સદ્દભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના પ્રમુખ બકુલભાઇ દુધાગરાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:08 pm IST)