Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ડી.જે. સિકયુરીટીસ તથા ત્રિનેત્ર કન્સ્ટ્રકશન દ્વારા સફાઇ કામદારોને માસ્ક અને ગ્લોવ્ઝ વિનામૂલ્યે વિતરણ

રાજકોટઃ  શહેરમાં સેવાકીય પ્રવૃતિમાં મોખરે એવા સ્કોડા શો રૂમ,રીબડા વાળા  દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા એ તેઓના પિતા જગતસિંહ જાડેજાની સેવાકીય કાર્યોમાં વધારો કર્યો છે તેમજ વડીલો દ્વારા માર્ગદર્શન હેઠળ તેઓ છેલ્લા ૨૦ વર્ષ થી રકતદાન કેમ્પ  સહિતની સેવકીય પ્રવૃતિઓ શહેરના છેવાડાના વિસ્તારોમાં ચાલી રહ્યા છે. જે અન્વેય દિવ્યરાજસિંહ જાડેજાએ શહેરના તમામ સફાઈ કામદારોને માસ્ક આપવાની જુંબેશ શરુ કરેલ છે જે કાર્યમાં જીજ્ઞેશ રામાવત (ત્રિનેત્ર કન્સ્ટ્રકશન) સહયોગ મળેલ છે જેમાં વોર્ડ નં.૧૪થી શુભ શરુઆત કરેલ છે. આકાર્યક્રમમાં સામાજિક આગેવાન હિરેન ગોસ્વામી (કાઠીયાવાડ યુથ કલબ) નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, વોર્ડ નં.૧૪ના વોર્ડ ઓફિસર હેમાદ્રીબા ઝાલા, વોર્ડ નં.૧૪ના એસ આઈ ડી.કે.વાજા. એસ.એસ.આઈ. સુમરા, રાઠોડ, વોર્ડ નં.૧૪ના ઈજનેર પાર્થભાઈ પરમાર, બ્રિજેશભાઇ પંડ્યા (જય અંબે), સહીતના મનપાના કર્મચારીઓ વગેરે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

(4:05 pm IST)