Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઓઇલ-લોટમીલ-મમરા-નમકીન ઉત્પાદકોને રાત્રી શીફટની મંજુરી આપી શકાય

રાજ્યમાં લોકડાઉનને પગલે રોડ પરના ટ્રાફીકને નિયંત્રીત રાખવા માટે : ધીરે-ધીરે તમામ વેપારીઓ દુકાન ખોલવા મંજુરી માંગશે. : માર્કેટીંગયાર્ડો, ટ્રાન્સપોર્ટેશન-બિલ્ડીંગ સાઇટો પણ મંજુરી માગશે એટલે શ્રમિકોની સંખ્યા વધશે એટલે હાલના સમયમાં લોકડાઉન વચ્ચે પણ ટ્રાફીકનું બેલેન્સીંગ જાળવવા ખાદ્યસામગ્રી ઉત્પાદકો ફેકટરીઓને ૩૦ એપ્રિલ સુધી રાત્રી શીફટની મંજુરી લોકડાઉનની સ્થિતિ માટે ફાયદારૂપ રહેશે. : રાજકોટ જિલ્લા માટે પણ જીલ્લા કલેકટર, પોલીસ કમિશનર-મ્યુનિ કમિશનરે સંયુકત રીતે ચર્ચા કરી નિર્ણય લેવો જોઇએ.

રાજકોટ તા. ૪ : રાજકોટ શહેર જિલ્લામાં ર૩ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ર૧ દિવસનું લોકડાઉન જાહેર થયેલ છે માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ -ડેરીફાર્મની દુકાનો ખુલી છે હાલ ૮૦ ટકા લોકો ઘરમાંજ રહીને લોક સમર્થન આપી રહ્યા છે.

હાલ સમગ્રદેશમાં સોના-ચાંદી બજાર,ઇમીટેશન જવેલરી કટલેરી, વાસણ રેડીમેઇડ કપડ, દરજી, મોચી, વાણંદ, બ્યુટી પાર્લરો, હોટલ, રેસ્ટોરન્ટ, ફર્નિચર, હાર્ડવેર સેનીટરીવેર, ઠંડાપીણા, આસ્ક્રિમી પાર્લરો જીનીંગ મીલો, મશીનરી, ઓટો પાર્ટસ, સિનેમા ઘરો, કારખાના સહિત તમામ પ્રકારના ધંધાબંધ છે જેમ-જેમ સમય થતો જાય છે તેમ અમુક વસ્તુની ઘટ સર્જાયછે આવક નથી તેના કારણે જિલ્લા કલેકટરોએ ધંધા ચાલુ કરવા અથવા આવશ્યક માલ સામાનની હેરફેર માટે વેપારી વર્ગ અને વાહનોને પરમીશનો અપાતી જાય છ.

લોકડાઉન વચ્ચે પણ અમુક ધંધાર્થીઓને પરમીશન અપાતી જાય છે ત્યારે ધીરે ધીરે સુમસામ રસ્તા પર વાહનો તથા લોકોની અવર જવર વધતી જાયછે. હજુ લોકડાઉન ખુલ્યા પહેલા ઘણા ધંધાર્થીઓનો ધંધો ચાલુ કરવા પરવાનગી આપવાની માંગ વધતી જશે.

અત્યારે બારમાસી ઘઉં તેમજ મસાલાની સીઝન ખુલ્લી છે હાલ ઘંટી બાબતે પરમશીન આપી છેત્યારે મસાલા બજારમાં પણ ખરીદી માટે લોકો ધીરે ધીરે બહાર નીકળશે આમ લોકડાઉન વચ્ચે પણ લોકોની અવન જવન વધી રહી છે. ફરજ પરના પોલીસ જવાનો પણ લોકોની મજબુરી જરૂરીઆત સમજીને ચલાવે છે. બહુ કડકાઇ વાપરતા નથી.

આમ નવા વેપારીઓનો ધંધો ચાલુ કરવા માંગણી આવતી જાય અને જિલ્લા કલેકટરે પરમીશન આપવી જરૂરીજ લાગતુ હોય તો દિવસના ભાગે રસ્તાઓ પર વધુ વાહનો અથવા લોકોનો ધસારો ન જોવા મળે તે માટે અમુક વેપારીઓ કારખાના માલીકો ખાદ્યસામગ્રીના ઉત્પાદકોને રાત્રી  શીફટમાં કામ કરવા ટેમ્પરરી મંજૂરી માટે વિચારી શકાય.

રાજકોટ શહેર જીલ્લામાં ઓઇલમીલ, દાળમીલ, જીનીંગમીલ, બેકરીઓ, મમરા-ફ્રાઇમ્સ, નમકીન બનાવવા ઉદ્યોગ ગૃહો, માત્ર બારમાસી મસાલા વેચવા વેપારી વેપારી તેમજ કારખાનાને જો પરમીશન આપવાના સંજોગો ઉભા થાય તો લોકડાઉનની સમય મર્યાદા સુધી અથવા લોકડાઉનનો સમય ગાળો વધે તો ૩૦ એપ્રિલ સુધી ઉપરોકત દર્શાવેલ ઉદ્યોગગૃહોને રાત્રી શીફટમાં કામ કરવાની પરવાનગી અપાયેલ લોકોનો ધસારો બેભાગમાં વહેચાઇ જશે દિવસે રોડ પર લોકોની કે વાહનોની અવર જવર બહુ વધશે નહિ અને કોરોના મહામારીને નાથવા માટે સરકારે લીધેલા પગલા સાર્થક થશે અને લોકડાઉન દરમિયાન લોકોનો સહયોગ પણ નોંધનીય રહેશે.

રાજકોટના બાહોશ જિલ્લા કલેકટર મેડમ રેમ્યામોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ સહિતના અધિકારીઓએ હાલની ૧૪ એપ્રિલની લોકડાઉનની મર્યાદા અગર સમય મર્યાદા વધે તો બંને પાસાને વિસ્તારીને લોકહિતમાં રાત્રીશિફટમાં કામ કરવા માટે મંજુરી આપવા યોગ્ય નિર્ણય લેવો જોઇએ.

બારમાસી-ઘઉં મસાલા માર્કેટને ટેમ્પરી સાંજે ૭ થી ૧૧ સુધી પરમીશન આપી શકાય

રાજકોટઃ માર્ચ મહિના બાદ હવે લોકો ૧ર મહિના ઘઉં તેમજ મરચા, હળદર, ધાણાજીરૂ, હીંગ, રાય જેવા ૧ર માસના મસાલા ખરીદવા માટે બજારમાં નીકળશે હાલ લોકડાઉનને કારણે આ ધંધાર્થીના સ્થળે ખાસ ચહલ પહલ જણાતી નથી.

હાલ રાજકોટમાં ખાસ કરીને નાણાવટી ચોક, આઝાદચોક, ૧પ૦ ફુટ રીંગરોડ પર, મવડી રોડ, જેવા અનેક સ્થળે પાર્ટી પ્લોટ મેદાનમાં મસાલા માર્કેટ ભરાતી હોય છે. અને દરેક માર્કેટમાં સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી સતત લોકોનો ધસારો રહે છે. દરેક મસાલા માર્કેટમાં સરેરાશ પ૦૦ થી ૭૦૦ ગ્રાહકો દિવસ દરમિયાન જતા હોય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો-શહેરોમાં ખાસ મસાલા માર્કેટો ભરાય છે. ત્યાં દરરોજ સેંકડો લોકોની અવર-જવર રહેતી હોય આવી તમામ મસાલા માર્કેટોને સાંજના સમયે પરમીશન આપવી જોઇએ  જેથી લોકો સમયસર બારમાસી મસાલાની ખરીદી કરી શકે.

જો મસાલા માર્કેટને પરમીશન અપાય અથવા લોકડાઉન ખુલ્યા પછી ૧૪/૪/ર૦ પછી રસ્તા પર ટ્રાફીકનો લોડ ન વધે તે માટે ટેમ્પરી ૩૦ એપ્રિલ સુધી મસાલા માર્કેટને સાંજે ૭ થી રાત્રે ૧૧ સુધીની પરમીશન આપવી જોઇએ.

હવે ગરમીના દિવસો ચાલુ થવાના છે ત્યારે જો સાંજે મસાલા માર્કેટ ખુલે તો ટાઢા પોરે ખાસ કરીને મહિલાઓને બારમાસી મસાલા અને ઘઉં ઘરના મુખ્ય વ્યકિત પુરૂષ વર્ગ સાથે ખરીદીમાં જવા માટે સરળતા પણ રહેશે.

લોકડાઉનની સ્થિતિને લઇને આ નિર્ણય લેવાય તો પણ શહેરીજનો માટે લાભદાયી રહેશે.

રજુકર્તા

કે. એન. કારિયા

રાજકોટ

 

(4:04 pm IST)