Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ખુની હુમલામાં ઘવાયેલ પડધરીના પોલીસ કર્મચારીની ખબર અંતર પુછતા એસપી બલરામ મીણા

પડધરીના રંગપર ગામે પરમ દિવસે લોકડાઉનની અમલવારી કરવા ગયેલ પડધરી પોલીસના સ્ટાફ પર ભરવાડ જુથના ટોળાએ ખુની હુમલો કરતા પડધરીના લોકરક્ષક વિમલભાઇ રમેશભાઇ વેકરીયાને ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આજે રૂરલ એસપી બલરામ મીણા સિવિલ હોસ્પીટલે દોડી જઇ ખુની હુમલામાં ઘવાયેલ વિમલભાઇના ખબર અંતર પુછયા હતા તેમજ આ કપરી પરિસ્થિતિમાં લોકરક્ષકના પરીવાર સાથે પોલીસ ફોર્સ પણ તેની સાથે જ છે તેવી ખાત્રી આપી હતી. તસ્વીરમાં સારવાર હેઠળ રહેલ લોકરક્ષકની એસપી બલરામ મીણા ખબરઅંતર પુછતા દ્રશ્યમાન થાય છે.

(4:03 pm IST)