Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનનો ભંગ કરનારા વધુ ૬પ ઝડપાયા

રાજકોટ તા. ૪ :.. શહેરમાં લોકડાઉનમાં લોકો ગંભીરતા દાખવતા ન હોઇ તેમ ચક્કર ભારવા માટે ઘરેથી નીકળી પડે છે. પોલીસ કમિશનરે લોકોને પોતાના ઘરની બહાર ન નિકળ્યા માટે અને જો કોઇ શહેરમાં ચક્કર લગાવત અથવ ટોળા રૂપે એકઠા થશે તેની સામે કડક કાર્યવાહી કરવા અંગે જાહેરનામુ બહાર પાડયુ છે. છતાં શહેરના અલગ - અલગ સ્થળે થી લોકડાઉનનો ભંગ કરનારા ૬પ શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોઇ જે અંતર્ગત તકેદારીના ભાગરૂપે અને વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ર૧ દિવસ સુધીનું લોકડાઉનને આજે બાર દિવસ થયા છે. છતાં  લોકો ગંભીરતા દાખવતા ન હોઇ તેમ ઘરની બહાર નીકળી પડે છે. દરમ્યાન ગઇકાલે પોલીસે અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ૬પ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં એ. ડીવીઝન પોલીસે સોની બજાર માંડવી ચોક મેઇન રોડ પરથી મનીષ ભરતભાઇ મકવાણા, ત્રિકોણ બાગ પાસેથી સમીર કરીમભાઇ ડેરૈયા સોની બજાર માંડવી ચોકમાંથી મીલન રમેશભાઇ વાઘેલા, જયુબેલી ચોકમાંથી ભાવીન કીરીટભઇ પરમાર, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસેથી રવિ મુકેશભાઇ સોલંકી, લાખાજીરાજ રોડ પરથી અલ્પેશ અરવિંદભાઇ જરીયા, રામનાથપરા ગરબી ચોકમાંથી અંકીત નવીનચંદ્રભાઇ ખખ્ખર, તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસેથી ઇમરાન ઇબ્રાહીમભાઇ કુરેશી, સંતોષ વિરચંદભાઇ સોલંકી, ચુનારાવાડ મેઇન રોડ પરથી વિજય વિનુભાઇ ગોહેલ, દિપક બાબુભાઇ પંચાસીયા, તથા ભકિતનગર પોલીસે શ્યામ હોલ પાસેથી દર્શનગીરી ભરતભાઇ ગૌસ્વામી, લાલપાર્ક મેઇન રોડ પરથી નજીર હુસેન જુસબભાઇ ખેરાણી, હનીફ હારૂનભાઇ સવાણ, જંગલેશ્વર ભવાની ચોકમાંથી બીલાલ ઇકબાલભાઇ કાજી, સુલ્તાન ગફારભાઇ ગાલબ, રઘુવીર સોસાયટી મેઇન રોડ પરથી હરદેવ ઉર્ફે પીછો ભરતભાઇ રાઠોડ, ઢેબર રોડ સ્વામી નારાયણ ગુરૂકુળ સામેથી સન્ની ધીરૂભાઇ ઝંઝવાડીયા, વિનોદ જગુભાઇ કુવરીયા, તથા કુવાડવા પાસેથી વિપુલ વેલાભાઇ ગમારા,  સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી રામજી ઘેલાભાઇ રામાણી, અલ્પેશ અમરશીભાઇ સોલંકી, નીતિન વિનુભાઇ વાઘેલા, નવાગામ આણંદપર બસ સ્ટેશન પાસેથી રવિ સંજયભાઇ પરમાર, કીશન માવજીભાઇ રાઠોડ, પોલીસ સ્ટેશન સામેથી હસમુખ કેશુભાઇ ચાવડા, ભુપત મોહનભઇ સરવૈયા, તથા માલવીયાનગર પોલીસે આનંદ બંગલા ચોક પાસે શીવાનંદ હોસ્પિટલની બાજુમાંથી નીતિન જગદીશભાઇ જાદવ, સિધ્ધાર્થ વિઠ્ઠલભાઇ ગીણોયા, પ્રતીક જયેશભાઇ વેકરીયા, કૃણાલ શૈલેષભાઇ હાપલીયા, સીતારામ ગૌશાળા સામે ખોડીયારપરામાંથી રવિ ભીખુભાઇ મકવાણા, હીરેનગીરી જગદીશગીરી ગોસ્વામી, સંજયગીરી પ્રભાતગીરી ગોસ્વામી, સંજયગીરી પ્રભાતગીરી ગોસ્વામી, તથા પ્ર.નગર પોલીસે સિંધી કોલોની મેઇન રોડ પરથી અજય બટુકભાઇ ભોણીયા, પરસાણાનગર મેઇન રોડ પરથી વિનોદ પિતાંબરદાસ જયદીપ સુરેશભાઇ માલકીયા, સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી માવજી રાજાભાઇ ભાંખર, ધર્મેશ રમેશભાઇ ધાડવી, તથા આજી ડેમ પોલીસે માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરના ખૂણેથી વિજય સવાભાઇ શિયાળ, કોઠારીય સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર હુસેની ચોકમાંથી ધર્મેશ બીપીનભાઇ પરમાર, કમલેશ રમેશભાઇ ભટ્ટી, અમૃતલાલ મોહનભાઇ સરવૈયા, રમેશ ખોડાભાઇ ફુલેટીયા, કોઠારીયા સોલવન્ટ હુસેની ચોકમાંથી વલ્લભ રણમલભાઇ ઝાલા, સંજય જયરાજભાઇ જેબલીયા, રાજુ છોટાભાઇ વાળા, આજી ડેમ ગુમનાણી, રાજેશ જીવરાજભાઇ વાઘેલા, જુલેલાલ મંદિર મેઇન રોડ પરથી નિલેશ અર્જુનદાસ જગાણી, પરસાણાનગર મેઇન રોડ પરથી શ્યામ ધીરજદાસ પ્રિયાણી, સિંધી કોલોનીમાંથી વિનોદ મનોહરભાઇ તલરેજા, જયારે ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટ રોડ રંગ ઉપવન સોસાયટી પાસેથી નદીમ સીદીકભાઇ મોટલાણી, અરબાઝ આસીફભાઇ સીંસોગીયા, નીરવ ધર્મેશભાઇ પાટડીયા, દેવાંગ દીલીપભાઇ ખત્રી, તથા તાલુકા પોલીસે નાના મવા રોડ વામ્બે આવાસ યોજના કવાર્ટર પાસેથી મીતેશ રમેશભાઇ બારીઇ,  કુનાલ મહેન્દ્રભાઇ મજેઠીયા, કરણ પ્રવિણભાઇ તબાવીયા, પાર્થ પ્રવિણભાઇ તબાવીયા, તથા યુનિવર્સિટી પોલીસે દોઢ સો ફુટ રોડ, શીતલ પાર્ક ચોકડી પાસેથી જયેશ નારણભાઇ ભાગીયા, સલમાન ઇસ્માઇલભાઇ જુણેજા, ધરમનગર મેઇન રોડ પરથી વિરાજ જયસુખભાઇ વૈષ્ણવ, જય કલ્યાણસિંહ સરવૈયા, રઘુ સેલાભાઇ બામ્બા અને ધર્મેશ પ્રદીપભાઇ ઉદેશીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)