Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગુર્જર સુતાર પરિવારોને ખાદ્ય સામગ્રી વિતરણઃ જરૂરીયાતમંદોએ કાલ સુધી નામ નોંધાવી દેવા

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તથા સહયોગી દાતાઓના સંગાથે રાજકોટમાં વસતા શ્રમજીવી ગુર્જર સુતાર પરીવારો કે જેઓ દૈનિક હાજરી કે રોજમદારીથી પોતાના કુટુંબનું જીવન નિવાૃહ કરે છે તેવા પરીવારો આજની વિષમ પરિસ્થિતિમાં લોક ડાઉન થતા ધંધો-રોજગાર બંધ થતા આવા જરૂરીયાતમંદ પરીવારોને રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ સંસ્થાઓના કાર્યકરોએ વોટસએપના માધ્યમથી જરૂરીયાતમંદ પરીવારોની યાદી બનાવી જુદા જુદા  સ્થળોએ અનાજ જરૂરી ખાદ્ય સામગ્રીની કીટ બનાવી લગભગ ૮૫૦ થી વધુ પરીવારો સહાય માટે વોટસએપ દ્વારા નોંધાયેલા છે. વોટસએપ દ્વારા નોંધણી રવિવાર સુધી ચાલુ રાખેલ છે તેમ સંસ્થાના પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા અને સેક્રેટરી પ્રદીપભાઇ કરગથરા (મો. ૯૮ર૪૪ ૭૯૩પ૬)ની યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)