Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ફાયર કર્મીના બાઈકને ડીટેઈન કરતા રોષઃ રજૂઆત

લોકડાઉનની  અમલવારી દરમિયાન ગઈકાલે બપોરની શિફટ પુરી કરી ઘરે જઈ રહેલ ફાયર બ્રિગેડના એમ્બ્યુલન્સ ચાલકનું બાઈક પોલીસ દ્વારા ડીટેઈન કરી મેમો અપાતા રોષ સર્જાયો ફાયર કર્મી સાજીત મકવાણાએ જણાવેલ કે પોલીસને હું ફાયર બ્રીગેડમાં હોવાનું જણાવેલ અને ચીફ ફાયર ઓફીસરને ફોન કરવા છતા પોલીસે કાર્યવાહી કરેલ. ત્યાંથી ઘરે ચાલતા જઈ બીજા દિવસે બાઈક વિના ફરજ ઉપર કઈ રીતે જવું તે મુશ્કેલી હતી. જયારે પોલીસના જણાવ્યા મુજબ સાજીત પાસે બાઈકના કાગળ ન હોય અને સ્થળ પરના સ્ટાફ સાથે પણ રકઝક કરી હતી. તેને ફોન કરી બાઈક લઈ જવા જણાવ્યા છતા ગઈકાલે ધમાલ કરી હતી. તસવીરમાં કોર્પોરેશન ખાતે ફાયર કર્મીઓ રજૂઆત કરવા એકઠા થવાનું જોઈ શકાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)