Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોધેશ્વર સોસાયટીમાં પતિ દારૂ પી મારકુટ કરતા કંટાળી સપનાએ ફીનાઇલ પી લીધું

રાજકોટ, તા. ૪ : શહેરના લોધેશ્વર સોસાયટી શેરી નં.રમાં રહેતી સપના મનોજભાઇ પતરીયા (ઉ.વ.ર૮) ને પતિ દારૂ પી અવાર નવાર મારકુટ કરતો હોઇ, તેથી કંટાળી સપનાએ ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

માનસરોવર સોસાયટીની ઉર્મિલાએ ફીનાઇલ પી લીધું

ભાવનગર રોડ પર માનસરોવર સોસાયટીમાં રહેતી ઉર્મિલા કાનાભાઇ પરમાર (ઉ.વ.રર) એ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે આજીડેમ પોલીસે તપાસ આદરી છે.

શાંતિનગરની વર્ષાએ ફીનાઇલ પી લીધું 

રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે શાંતિનગરમાં રહેતી વર્ષા હિતેષભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. માનસીક બીમારીના લીધે પગલુ ભર્યાનું ખૂલ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

ખોડીયારનગરના અમીતે ફીનાઇલ પીધું

આજી વસાહત પાસે ખોડીયારનગરમાં રહેતા અમીત ભીખાભાઇ બાંભવા (ઉ.વ.૧૭) એ ગઇકાલે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાળા પોલીસે તપાસ આદરી છે.

રૈયા ગામ કવાર્ટરમાં વિશાલે ઝેરી દવા પી લીધી

રૈયા ગામ ૧૦૦ વારીયા પ્લોટમાં રહેતા વિશાલ રમેશભાઇ કડીયા (ઉ.વ.૧૮) એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિલમાં ખસેડાયો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

ગંજીવાડામાં નીતુબેને કેરોસીન પી લીધું

ગંજીવાડા શેરી નં.રમાં રહેતા નીતુબેન છગનભાઇ જાદવ (ઉ.વ.૩૦)એ ગઇકાલે પોતાના ઘરે હતાં ત્યારે કોરસીન પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)