Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જાગનાથનાં કોરોના પોઝીટીવ માતા-પુત્રના સારવાર દરમિયાન લેવાયેલ રિપોર્ટ નેગેટીવઃ હાલમાં કુલ ર૧ દર્દીઓ આઇસોલેશનમાં

રાજકોટ માટે રાહતના સમાચારઃ વધુ બે કોરોનાના દર્દીઓ સાજા થઇ રહયા છે : કોરોનાના ૩ર શંકાસ્પદો મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળઃ આજે ૧ર શંકાસ્પદોનાં નમુનાની તપાસ

રાજકોટ, તા., ૪: કોરોના સંક્રમણ સામે લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહયો છે. આ દરમિયાન શહેરમાં કોરોનાનાં દર્દીઓ સાજા થઇ રહયાના સમાચારો મળે  રહયા છે તાજેતરમાં જ શહેરનો સૌ પ્રથમ દર્દી સાજો થઇ ઘરે પહોંચ્યો છે. ત્યારે આજે વધુ બે દર્દીઓનાં સારવાર દરમિયાન લેવાયેલ નમુનાઓનો રીપોર્ટ નેગેેટીવ આવ્યાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ કચેરીના પોઝીટીવ દર્દીઓની સારવાર દરમિયાન પણ નમુનાઓ લેવાયા આવતા હોય છે. તે પ્રકારે થોડા દિવસ અગાઉ જાગનાથ વિસ્તારનાં વૃધ્ધા અને તેના પુત્રને કોરોનાં પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હતો. આની આ બન્ને માત પુત્ર કોરોના પોઝીટીવનાં આઇસોલેશન હેઠળ છે.

આ દરમિયાન આ બન્ને માતાપુત્રના નમુનાઓ લેવામાં આવતા તેઓનાં ટેસ્ટ નેગેટીવ આવ્યાનું જાણવા મળ્યું છે.

આમ વધુ બે જેટલા દર્દીઓ સાજા થઇ રહયાના નિોર્દેશો મળી રહયા છે.

દરમિયાન આજની સ્થિતિએ ર૧ જેટલા દર્દી આઇસોલેકશન વોર્ડમાં છે અને ૩ર જેટલા શંકાસ્પદવ્યકિતઓ સરકારી હોમ કોરન્ટાઇનમાં એટલે કે મેડીકલ ઓબ્ઝર્વેશનમાં છે.  દરમિયાન આજે ૧ર વ્યકિતઓના નમુનાઓ તપાસ માટે મોકલાયાનું જાણવા મળ્યું છે.

(3:36 pm IST)