Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નવાગામ (આણંદપર) માં આવેલ ઓમ શાંતિ પાર્ક સુચિત સોસાયટીની જમીન સંબંધે થયેલ દાવો રદ કરતી કોર્ટ

રાજકોટ તા. ૪: રાજકોટ તાલુકાના, ગામ આણંદપર (નવાગામ), સર્વે નં. ૯૩ પૈકી બીનખેતી પ્લેટમાં આવેલ ઓમ શાંતિ પાર્ક સૂચિત સોસાયઇટીની જમીનના પ્લોટની માલીકી, કબજા સબંધે કોર્ટે વાદગ્રસ્ત સૂચિત સોસાયટી કાયદા મુજબ નોંધાયેલ ન હોય દાવો કરવા કોઇ હકક, અધિકાર નથી તેમ ઠરાવી દાવો રદ કરતો રાજકોટના અધિક સીનીયર સીવીલ જજ શ્રી એલ. ડી. વાઘે ચુકાદો આપેલ હતો.

રાજકોટ ખાતે કોઠારીયા મેઇન રોડ ઉપર વિવેકાનંદ નગરમાં રહેતા કિશોરભાઇ હરીભાઇ ઠાકરે રાજકોટ તાલુકાના નવાગામ (આણંદપર)ના સર્વે નં. ૯૩ પૈકી અમદાવાદ-રાજકોટ હાઇ-વે ઉપર આવેલ બીનખેતી પ્લોટ વાળી ઓમ શાંતિ પાર્ક તરીકે ઓળખાતી સુચિત સોસાયટીના જમીનના પ્લોટ નં. ૩૮, ૩૯ ની જમીન ચો.વા. ૬૦૦-૦૦ ની માલીકી, કબજા સબંધે સુરેશભાઇ રતીલાલ પરસાણા સામે રાજકોટની દિવાની અદાલતમાં વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમ મેળવવા દાવો કરી કાર્યવાહી કરેલ.

આ સામે પ્રતિવાદી સુરેશ રતીલાલ પરસાણાએ ઉપરોકત ઓમ શાંતિ પાર્કમાં આવેલ પ્લોટ નં. ૩૮, ૩૯ જમીન ચો.વા. ૬૦૦-૦૦ અંગે જે તે વખતે કેસ કરનાર વાદી કિશોરભાઇ હરીભાઇ ઠાકર તેના મીત્ર જેન્તીભાઇ સાથે આવેલ અને સદરહું પ્લોટ લેવા માટે વાતચીત કરી સુથી પેટે રૂ. ર૧,૦૦૦/- (એકવીસ હજાર) આપી સદરહું મિલકતની ફાઇલ એક વકીલની ઓફીસે લઇ જઇ અનરજીસ્ટર્ડ સાટાખત કરાવેલ તેમ છતાં સદરહું જમીનનો માલીકી, કબજો કિશોરભાઇ હરીભાઇ ઠાકરનો છે અને તેમાં સુરેશભાઇ રતીલાલ પરસાણાનો કોઇ હકક, અધિકાર નથી તેમ ઠરાવવા કાર્યવાહી કરેલ.

આ અંગે કોર્ટમાં મુળ જમીન માલીક પ્રતિવાદી સુરેશ રતીલાલ પરસાણા તરફે કોર્ટમાં કહેવાતા જમીન પ્લોટના માલીક કિશોરભાઇ હરીભાઇ ઠાકર દ્વારા ખોટા કાગળો ઉભા કરી કરાવી અમો સુરેશ રતીલાલ પરસાણાનો સુચિત સોસાયટીનો પ્લોટ પચાવી પાડવા કાર્યવાહી કરેલ છે, અમો સુરેશ રતીલાલ પરસાણાએ સદરહું જમીનના પ્લોટ નં. ૩૮, ૩૯ વિગેરે પ્લોટમાં અમારા ખર્ચે ડેલાનું ચણતર કામ કરી બાંધકામ કરી લોખંડનો ડેલો તથા બારી મુકી લીન્ટર લેવલ સુધીનું બાંધકામ કરેલ છે તે જમીનના પ્લોટનો કબજો વાદી કિશોરભાઇ ઠાકરનો નથી તેમજ ઓમ શાંતિ સુચિત સોસાયટી હોય, સુચિત સોસાયટી કે સભ્યોને કાયદાકીય જોગવાઇ મુજબ દાવો કરવા હકક, અધિકાર નથી જેથી સદરહું દાવો સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ અન્વયે દાવો રદ કરવા અરજી આપી માલીકી, કબજાના આધાર પુરાવા રજુ કરેલ જેને લક્ષમાં લઇ રાજકોટના અધિક ૧૧-માં સીનીયર સીવીલ શ્રી એલ. ડી. વાઘે વાદી કિશોરભાઇ ઠાકરનો દાવો રદ કરતો હુકમ કરેલ છે.

આ કામે પ્રતિવાદી સુરેશ રતીલાલ પરસાણા તરફે રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી એલ. વી. લખતરીયા, બીનીતા જે. પટેલ રોકાયેલ હતા.

(3:33 pm IST)