Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

એડવોકેટની કુવાડવામાં આવેલ કરોડોની જમીનના કૌભાંડમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૪: એડવોકેટની કુવાડવાની કરોડોની જમીનના કૌભાંડમાં વૈદ્ય લલીત ઢોલરીયાની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી હતી.

શહેરના એડવોકેટ અને તેમના ભાઇની કુવાડવામાં આવેલી કરોડોની જમીનનાં બોગસ સાટાખત ઉભા કરી લેવાના કૌભાંડમાં કુવાડવા પોલીસે ગુન્હો નોંધ્યા બાદ સામા કાંઠે પેડક રોડ ઉપર રહેતા વૈદ્ય લીત જાદવજીભાઇ ઢોલરીયા (પટેલ)ની ધરપકડ કરેલ હતી. આ ગુન્હામાં જમીનનાં બોગસ સાટાખતને સાચા તરીકે કોર્ટમાં રજુ કરવામાં મુખ્ય આરોપી હિંમત મનુભાઇ ઉદાણી તથા લલીત ઢોલરીયા સાથે મીલાપીપણું કરી કૌભાંડ આચર્યાનો આક્ષેપ આરોપ હતો. આ મામલે કુવાડવા રોડ પોલીસે ઢેબર રોડ વન-વેમાં નવકાર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે બેસતા એડવોકેટ હરેશભાઇ પ્રવિણભાઇ કોટકની ફરીયાદ પરથી જે.બી.એપાર્ટમેન્ટ ૧કોલેજવાડી જીમખાના રોડ ખાતે રહેતા હિ઼મતભાઇ મનુભાઇ ઉદાણી તથા સામા કાંઠે પેડક રોડ ઉપર રહેતા વૈદ્ય લલીત જાદવજીભાઇ ઢોલરીયા (પટેલ) વિરૂધ્ધ આઇપીસી કલમ ૪જ્ઞપ, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧૯૧, ૧રઢ (બી) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં ડીસીપી રવિ મોહન સૈની, એસીપી એસ.આર.ટંડેલની રાહબરીમાં કુવાડવા પીએસઆઇ એમ.સી.વાળા, હિતેષભાઇ ગઢવી સહીતે આરોપી લલીત જાદવજીભાઇ ઢોલરીયાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો. જેની વિરૂધ્ધમાં આરોપી લલીત જાદવજીભાઇ ઢોલરીયાએ નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેસન્સ કોર્ટના જજશ્રીએ પણ લલીત જાદવજીભાઇ ઢોલરીયાની આ ગુનામાં સીધી સંડોવણી હોવાનું માનીને જામીન અરજી રીજેકટ કરેલ છે. આ કામે સરકાર પક્ષે પીપીશ્રી  એસ.કે.વોરાએ દલીલો રજુ કરેલી તેમજ મૂળ ફરીયાદીના કાયદાકીય સલાહકાર તરીકે શ્રી લલીતસિંહ સાહી તથા રૂપરાજસિંહ પરમાર એડવોકેટ હતા.

(3:28 pm IST)