Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વાવડી ગામમાં ટેન્કર પાર્ક કરવા બાબતે ઇરફાન કુરેશીને ત્રણ શખ્સોએ પાઇપ ફટકાર્યો

રાજકોટ, તા.૪: વાવડી ગામ મહંમદીબાગમાં રહેતા યુવાનને ટેન્કર પાર્ક કરવા બાબતે ઝઘડો કરી ત્રણ શખ્સોએ માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.મળતી વિગત મુજબ વાવડી ગામ પરીન ફર્નીચરની પાછળ મહંમદી બાગમાં રહેતા ઇરફાનભાઇ ઇકબાલભાઇ કુરેશી (ઉ.વ.૩૪) ગઇકાલે ડીઝલ ભરેલુ ટેન્કર પોરબંદર ખાલી કરી પરત આવ્યા ત્યારે ઘર પાસે રહેતા બાઉદીન, ફેજલ અને ફેસલ ત્રણેય શખ્સોએ ટેન્ડર પાર્ક કરવા બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઇને પાઇપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)