Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

હરિ ગૌશાળાના યુવાનો દ્વારા ટિફીન સેવા-ફૂડપેકેટ વિતરણ

રાજકોટ : દેશ ઉપર આવી પડેલી આફતના સમયમાં શ્રી હરિ ગૌશાળા ટ્રસ્ટ-પડધરી દ્વારા એક ટંકનું ભોજન બનાવી જરૂરીયાતમંદોને પહોંચાડવામાં આવી રહ્યું છે. શ્રી હરિ ગૌશાળાના યુવાનો દ્વારા દરરોજ ૭૦૦ થી વધુ ટિફીનસેવાની સાથોસાથ ફૂડ પેકેટનું પણ ઝુપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. જયાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવાકીય પ્રવૃતિ ચાોુ રહેશે તેમ હરિ ગૌશાળાના સંચાલક દિલીપભાઇ સાવલીયાએ યાદીમાં જણાવ્યું છે. દરરોજ સેંકડો લોકોને ભોજન પહોંચાડવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા મો. ૮૦૦૦૮૨૮૦૮૯ ઉપર સંપર્ક કરવા યાદમાં જણાવાયું છે.

(1:09 pm IST)