Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

બહેનપણીના ઘરે બેસવા જાવ છું કહી ઘરેથી નીકળ્યા બાદ સગીરા લાપતાઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા.૪: અવધ રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતી સગીરાને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અવધ રોડ પર આવાસ યોજનાના કર્વાટરમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગઇકાલે પાડોશમાં રહેતી બહેનપણીના ઘરે બેસવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ.એસ.આર ઠાકરે તપાસ આદરી છે.

(1:08 pm IST)