Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નવના અંકનું રહસ્ય શું છે ?

તા. પ-એપ્રિલ ર૦ના રોજ રવિવારના રાત્રીના નવ વાગે દરેક પરિવારે પોતાના ઘરમાં લાઇટો બંધ કરીને ૯ મીનીટ સુધી દીવડા-મીણબતી-થવા ટોર્ચ હાથમાં રાખીને પોતાના રવેશમાં અથવા ઘરના દરવાજામાં ઉભા રહીને રોશની કરવાની છે તેવું આપણા માનનીય વડા પ્રધાન મોદીજીએ કહેલ અને તે પણ નવ વાગે કહેલ.

આ નવના અંક પાછળનું રહસ્ય શું છે?

આ બાબત સોશ્યલ મીડીયા અને વોટસએપ ઉપર મન ધડક મેસેજ મોકલતા રહે છે જેનો મતલબ નથી.

- રવિવાર એટલે માતાજીનો વાર ગણાય-સૂર્યનો વાર ગણાય છે. માતાજીની ગોરણી રવિવારે થાય છે. રવિવાર સૂર્યનો વાર છે.

નવના આંકનું ખૂબજ મહત્વ રહેલ છે. આંકડા શાસ્ત્રમાં ૯ પૂર્ણ અને છેલ્લો અંક છે. ઘણા નંબરના શોખીનો પોતાના વાહનનો ૯ નંબર અથવા ટોટલ ૯ થાય તે રીતે ગોતતા હોય છે.

- આધ્યાત્મિકતા અને શકિત સાથે ૯નો અંક જોડાયેલ છે. નવરાત્રી નવ દિવસની હોય છે.

- માતાના ગર્ભમાં સંતાન નવ મહિના રહે છે.

- નવનો પર્યાય જોઇએ તો ૧૮-ર૭-ર૬ અને પ૪ હવે ચોપન એટલે નવ તા. પ અને મહિનો ૪ એટલે ટોટલ નવ આવે છે. નવરાત્રિમાં માતાજીની શકિતની ઉપાસના થાય છે.

- આપણે ઘરમાં રોજ વહેલી સવારે દીવાબતી કરતા હોય અથવા મંદિરોમાં જયારે આરતી થતી હોય ત્યારે બધી લાઇટો બંધ કરી દેવામાં આવે છે અને દિવડા કરીને મંદિરોમાં આરતી કરવામાં આવે છે જેનાથી મનની અંદરની નેગેટીવ ઉર્જા ખતમ થાય છે અને પોઝેટીવ એનર્જી ઉભી થાય છે. માતાજીના આશિર્વાદ મલે છે. ઇશ્વરના આશિર્વાદ મલે છે. આત્મવિશ્વાસ વધે છે.

- મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસમાં જીતેલ તેનો સરવાળો ૯ થાય છે. ૯નો આંક મંગળનો એટલે મંગળ સેનાપતિ છે અને સૂર્ય રાજા છે. અંધકાર એટલે રાહુ નેગેટીવ એનર્જી આ અંધકારને દૂર કરવાનો ઉત્તમ ઉપાય.

મૂળાંક પ એટલે બુધ અને ૪ એટલે રાહુ આપણે બુદ્ધિ ઉપર અને રાહુ ઉપર વિજય મેળવવાનો છે અને વિશ્વની મહામારીને હરાવવાની છે.

કાલ સૂર્ય યોગ નથી જ

આ દિવસે આ સમયે તુલા લગ્ન આવે અને શનિ મંગળ ગુરૂ કેન્દ્રમાં છે. ચંદ્ર બુધ સામ સામા છે રાહુ ભાગ્યમાં અને શુક આઠમે ચંદ્ર સિંહમા સૂર્યના ઘરમાં છે.

દિવાળીમાં પણ અંધકાર દૂર કરવા માટે રોજ સવાર સાંજ ઘરમાં રોશની અને દિવડા કરીએ છીએ- ભગવાન રામનો વનવાસ પૂર્ણ થાય છે તેની ઉજવણી કરીએ છીએ.

-ધનતેરશ-ભગવાન ધનવંતરી જે તન્દુરસ્તીના દેવતા છે. દિપોત્સવ દિવડા રોશની કરીને ઉજવી છીએ. ભગવાન રામનો વનવાસ પૂર્ણ થાય છે તે રીતે લોકડાઉન પૂર્ણ થાય જો સંયમ  પૂર્વક રહીશું તો ડોકટરો અને પોલીસ કર્મચારીઓને સલામ આ ૯ના આંકમાં પ તારીખ બૌધ્નીની છે.

કુમારભાઇ ગાંધી

એસ્ટ્રોલોજીસ્ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

(11:52 am IST)