Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મ્યુ.કોર્પોરેશનનું જનરલ બોર્ડ ૩૧ મે સુધીમાં યોજી શકાશેઃ સરકારે છુટ આપી

વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થીતીને લઇ રાજય સરકારે જી.પી.એમ.સી.એકટમાં રાજકોટ કોર્પોરેશનને ખાસ કિસ્સામાં જનરલ બોર્ડની મુદત ૧ મહીનો વધારી દીધી

રાજકોટ તા. ૩ : આગામી ર૦ એપ્રિલ પહેલા રાજકોટ કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજવું ફરજીયાત હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થીતીમાં જનરલબોર્ડ યોજવું અશકય હોઇ આ બાબતે રાજય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવતા સરકારે ખાસ કિસ્સામાં રાજકોટ કોર્પોરેશનને ૩૧ મે સુધીમાં જનરલ બોર્ડ યોજવા મંજુરી આપી છ.ે

આ અંગેની સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ શહેરી વિકાસ વિભાગના સંયુકત સચિવશ્રીએ મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલને પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલ દેશ અને રાજયમાં કોરોના વાયસરના કારણે ઉપસ્થિત થયેલ ''લોકડાઉન''ના કારણે રાજકોટ મહાનગરપાલિકાની સાધારણ સભા તા.ર૦/૪/ર૦ર૦  સુધીમાં બોલાવી શકાય તેવા સંજોગો નથી ધી જી.પી.એમ.સી.એકટ, ૧૯૪૯ ની કલમ-૪પપ (૧) હેઠળ રાજય સરકારને મળેલ સત્તા અન્વયે સાધારણ સભાની બેઠકો નિયત સમય મર્યાદામાં બોલાવી શકાય તેમ ન હોય તા.૩૧/પ/ર૦ર૦ સુધી બોલાવવા અંગે રાજય સરકારની આથી મંજુરી આપવામાં આવે છે.

(4:04 pm IST)