Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

હોટલો-રેસ્ટોરન્ટો-મીઠાઇ-ફરસાણાની દુકાનોમાં વાસી-અખાદ્ય ખોરાક ધાબડી ન દેવાય તે જોવું જરૂરી

લોકડાઉન ખૂલ્યા બાદ પણ આરોગ્યતંત્રએ દોડતુ રહેવું પડશે : આરોગ્ય તંત્રએ આવા વેપારીઓ માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવી જોઇએ

રાજકોટ તા. ૩ :.. લોકડાઉનની સ્થીતી પુર્ણ થયા બાદ પણ આરોગ્ય તંત્રએ સતત ચેકીંગ કરવુ પડશે કેમ કે આ દિવસોમાં હોટલ - રેસ્ટોરન્ટ સહિત ખાણી-પીણીની વસ્તુઓ વાસી અને ખાદ્ય હોવા છતાં જાણતા - અજાણતાં ગ્રાહકોને આપી દેવામાં આવે તેવી સ્થીતિ સર્જાવાની ભીતિ છે.

લોકડાઉનનાં કારણે હોટલો-રેસ્ટોરન્ટો, મીઠાઇ-ફરસાણની દુકાનો - ખાણી-પીણીનાં નાના - મોટા વેપારીઓની દુકાનો - ગોડાઉનો સતત ર૧ દિવસ સુધી બંધ રહેવાનાં કારણે તેમાં રાખવામાં આવેલ ખાદ્ય-સામગ્રીનો કાચો માલ અથવા તો બનાવેલી મીઠાઇ - ફરસાણ વગેરે ચીજ વસ્તુઓ બગડી ગઇ હોય તેવી પુરી સંભાવના છે.

આ સંજોગોમાં લોકડાઉન ખુલ્યા બાદ લોકો હોટેલો - રેસ્ટોરન્ટો - નાસ્તા વગેરેની દુકાનો એ ઉઘડવા લાગે ત્યારે જાણતા - અજાણતા જો કોઇને વાસી અખાદ્ય ચીજો આપી દેવામાં આવે તો જાહેર આરોગ્યને નુકશાન થાય તેવી ભીતિ છે.

ત્યારે લોકડાઉન ખુલે તે પહેલા આરોગ્ય વિભાગે આ બાબતે માર્ગદર્શીકા બહાર પાડવી જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

(4:32 pm IST)