Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અંકુર વિદ્યાલયમાં જાથાનો 'ચમત્કારોથી ચેતો' જનજાગૃતિ કાર્યક્રમ

 વિદ્યાર્થી ભાઇ બહેનો શ્રધ્ધા અને અંધશ્રધ્ધાનો ભેદ પારખે અને વિજ્ઞાનના આધારે થતા પ્રયોગો જાતે જ શીખી લ્યે તેવા ઉમદા આશયથી શાપરીયા ચેરીટેબલ અનેન્ડ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત અંકુર વિદ્યાલયમાં ભારત જન વિજ્ઞાન જાથાનો 'ચમત્કારોથી ચેતો' લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતીથી ઉદ્દઘાટન સંચાલક પી. એમ. શાપરીયા અને હીનાબેન ખારેચાના હસ્તે કરાયુ હુત. કાર્યક્રમમાં શાળાના વિશાલ જોષી, મોહીત સખીયા, વિશાલ ચાવડા, વિજયભાઇ રાણપરા, ધર્મિષ્ઠાબેન પરસાણીયા, મનીષાબેન દલસાણીયા, સુરભીબેન બદ્રકીયા, ખુશ્બુ માકડીયાએ પ્રસંગોચિત વાત કરી શાળામાં છાત્ર છાત્રાઓને તર્કશીલ બનાવવા પ્રોજેકટ સંબંધી હકિકતથી વાકેફ કર્યા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અવકાશી ગ્રહો, ફળ કથન વિષેની ભ્રામકતા પર પ્રકાશ ફેંકી અંધશ્રધ્ધામાંથી બહાર આવવા અપીલ કરી હતી. આ તકે વિજ્ઞાન જાથાની ટીમના સદસ્યોએ વૈજ્ઞાનિક ચમત્કારિક પ્રયોગો એકના ડબલ, હાથમાંથી કંકુ- લોહી નીકળવું, બેડી તુટવી, અગ્નિનું આપોઆપ સળગવું, પાણીનું સળગવું, પાણીમાં પત્થર ઉપર આવવો, ધુણવું, સવારી આવવી, સંમોહન, મનગમતી મીઠાઇ ખવડાવવી વગેરે પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર જ શીખવી દેવામાં આવેલ. તેમ જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(4:06 pm IST)