Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

સોશિયલ મિડીયા ફ્રેન્‍ડ સાથે વાત બંધ કરી દેતાં યુવતિનો ન્‍યુડ વિડીયો તેના કાકાને મોકલી દેવાયો

પબજી રમતી વખતે ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ આવી તે સ્‍વીકાર્યા બાદ યુવતિ ફસાઇ ગઇ : રાજકોટની ૧૯ વર્ષની છાત્રાની દિલ્‍હીના સચીન યાદવ નામના લેભાગુ વિરૂધ્‍ધ સાયબર ક્રાઇમ પોલીસમાં એફઆઇઆર : પહેલા ધમકી આપી, આઠ મહિના સુધી સંપર્ક ન કર્યો પછી અચાનક ફોટા-વિડીયો સેન્‍ડ કરી દીધાઃ એસીપી વિશાલ રબારીની રાહબરીમાં તપાસ

રાજકોટ તા. ૪: સોશિયલ મિડીયાનો ઉપયોગ આજના સમયમાં લગભગ નાના મોટા એમ સોૈ કોઇ કરી રહ્યા છે. પરંતુ આ સુવિધા જેટલી સગવડ આપનારી છે એટલી જ અગવડો અને તકલીફો ઉભી કરનારી પણ છે. સોશિયલ મિડીયાનો દુરૂપયોગ કરી વિદ્યાર્થીનીઓ, સગીરાઓ, યુવતિઓ અને પરિણીતાઓને લેભાગુઓ ફસાવી લેતાં હોવાના બનાવો સમયાંતરે પોલીસ ચોપડે ચડતાં રહે છે. વધુ એક આવો લાલબત્તી સમાન બનાવ સામે આવ્‍યો છે. જેમાં શહેરમાં રહેતી અને અભ્‍યાસ કરતી ૧૯ વર્ષની યુવતિને સોશિયલ મિડીયા પર ફ્રેન્‍ડશીપ ભારે પડી ગઇ હતી. આ યુવતિએ ફ્રેન્‍ડશીપ દરમિયાન દિલ્‍હીના યુવાન સાથે ન્‍યુડ વિડીયો કોલ પણ કર્યા હતાં. પણ બાદમાં તેણીએ વાત કરવાનું બંધ કરી દેતાં લેભાગુએ તેનો ન્‍યુડ વિડીયો તેણીના કાકાને મોકલી દીધો હતો. શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીને  સકંજામાં લેવા તજવીજ કરી છે.

આ બનાવમાં પોલીસે રાજકોટ શહેરમાં રહેતી ૧૯ વર્ષની છાત્રાની ફરિયાદ પરથી દિલ્‍હી નોર્થ વેસ્‍ટ મંગોલપુરી હાઉસ નં. ૩૪૪/૩૫માં રહેતાં સચીન યાદવ નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઈપીસી કલમ ૩૫૪ (ડી) અને આઈટી એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર છાત્રાએ પોલીસને જણાવ્‍યું કે ૨૦૧૯-૨૦ની સાલમાં હું મોબાઈલમાં પબજી ગેમ રમતી હતી ત્‍યારે દિલ્‍હીના સચીન યાદવની ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ આવતા સ્‍વીકારી હતી. ત્‍યારબાદ મારી સચીન સાથે વાતચીત શરૂ થઈ હતી. એ પછી તેણે મને ફેસબુક ઉપર ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ મોકલી હતી. જે પણ મેં સ્‍વીકારી હતી. ત્‍યારપછી અમારી બંનેની વચ્‍ચે  મેસેન્‍જરમાં વાતચીત થતી હતી. આગળ જતાં સચીને મારા મોબાઈલ નંબર મેળવી વહોટ્‍સએપ ઉપર પણ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે અમે બંને રોજ ચેટ કરતા હતા. એક દિવસ સચીને મને વીડીયો કોલ કરવાનું કહ્યું હતું. જેથી મેં વ્‍હોટ્‍સએપ પર વીડીયો કોલ કર્યો હતો. ત્‍યારબાદ એક દિવસ સચીને મને વીડીયો કોલ કરી ન્‍યૂડ થવા માટે ફોર્સ કર્યો હતો. જેથી મેં તેમ કર્યું હતું. આ વીડીયો તેણે રેકોર્ડ કરી લીધો હતો. ત્‍યારબાદ અવારનવાર તે મને અવાર-નવાર ન્‍યૂડ વીડીયો કોલ કરવા માટે દબાણ કરતો હતો.

આથી મેં કંટાળીને તેનો વ્‍હોટ્‍સએપ નંબર બ્‍લોક કરી દીધો હતો. તો તેણેબીજા નંબરો પરથી કોલ કરવાનું અને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું.  એક-બે વખત તેણે બીજા નંબર ઉપર વીડીયો કોલમાં વાતચીત પણ કરી હતી. બાદમાં મેં આ નવા  નંબરો પણ બ્‍લોક કરી નાખતા સચીને મને મેસેન્‍જરમાં એવો મેસેજ કર્યો હતો કે તું મારી સાથે વાત કરી નહીંતર તારા ન્‍યૂડ વીડીયો વાયરલ કરી નાખીશ. આ મેસેજ બાદ આઠ મહિના સુધી મારો સચીન સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. ૨૦૨૩ના એપ્રિલ માસમાં સચીનેમારા કાકાના ફેસબુક આઈડી પર મારા ફોટા મોકલી કહ્યું કે આ છોકરી મારા મિત્રની ગર્લફ્રેન્‍ડ છે. બાદમાં તેનાં ન્‍યૂડ વીડીયો પણ મોકલ્‍યા હતા. જેને પછીથી ડીલીટ કરી નાખ્‍યા હતા.

આખરે મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી હતી. તેમ વધુમાં યુવતિએ જણાવતાં એસીપી વિશાલ એમ. રબારીની રાહબરીમાં હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં પીઆઇ કે. જે. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)