Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

બેભાન હાલતમાં સાધુ વાસવાણી રોડ ક્‍વાર્ટરના લાભુબેનનું મોત

રાજકોટ તા. ૪: સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે જનકપુરી પાસે આરએમસી ક્‍વાર્ટરમાં રહેતાં લાભુબેન દેવાભાઇ ગરાણીયા (ઉ.વ.૫૪) રાતે એકાદ વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.લાભુબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ ખાનગી હોસ્‍પિટલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. લાભુબેનને ચારેક વર્ષથી કેન્‍સર થયું હોઇ પથારીવશ હતાં. ગઇકાલે શ્વાસ ચડયા બાદ બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું. તેમ સ્‍વજનોએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. બેભાન હાલતમાં વૃધ્‍ધનું મોત કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલ પાછળ સ્‍ટાફ ક્‍વાર્ટરમાં રહેતાં રમેશભાઇ કાંતિભાઇ મહાજન (ઉ.વ.૬૩) બેભાન થઇ જતાં  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

હડાળા આશ્રમમાં વૃધ્‍ધ્‍ધનું મોત હડાળા આશ્રમમાં રહેતાં નરેન્‍દ્રભાઇ રમણભાઇ શાહ (ઉ.વ.૬૯) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(11:15 am IST)