Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રસીકરણ માટે વ્યવસ્થા સુંદર પણ રજીસ્ટ્રેશનમાં ડખ્ખા

સમગ્ર રાજયમાંથી રજીસ્ટ્રેશન થતુ હોઇ સર્વર ધીમુ ચાલે છેઃ બે-બે કલાક સુધી રજીસ્ટ્રેશન નથી થતુ તથા આરોગ્ય કેન્દ્રમાં રસી લીધા બાદ ઓર્બ્ઝવેશનમાં ન રાખતા હોવાની ફરિયાદો વ્યાપકઃ આજે શહેરમાં ૧૯૭૮ વડિલોને થયુ રસીકરણ

શહેરના વડીલો એટલે કે સિનિયર સિટીઝનોએ કોરોના સામેની વકિસનેશન માટે જોશ અને ઉમંગ પુર્વક જાગૃતિ દર્શાવેલી હતી. તે વખતની તસ્વીરમાં સિનિયર સ્ીટિઝનોને મ્યુ.કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ માાર્ગદર્શન આપી રહ્યા છે. જે નજરે પડે છે.(તસ્વીરઃઅશોક બગથરીયા)

રાજકોટ,તા. ૪: કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં ૧ માર્ચથી ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જે અન્વેય આજ બપોર સુધીમાં કુલ ૧૯૭૮ નાગરીકોએ રસી લીધી હતી.

ંશહેરના ૬૦ વર્ષથી મોટી ઉમરના ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકોનો કોરોના સામેની રસી લેવા અંગેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ તબક્કાનો બીજો ડોઝ લીધો હતો. આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૦૬, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૧૨૫, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૫૦૪ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૨૪૩ લોકો સહિત કુલ ૧૯૭૮ નાગરિકોએ રસી લીધી

કોરોના રસી લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવે છે, જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રસીકરણ માટે હવે લોક જાગૃતિ આવી છે. તંત્રતની વ્યવસ્થા પણ સુંદર છે. પરંતુ રજીસ્ટ્રેશનમાં મોટા ડખ્ખા તથા કેટલાક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધા બાદ ઓર્બ્ઝવેશનમાં ન  રાખતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સર્વર ડાઉન હોવાને કારણે બે-ત્રણ કલાક સુધી રજીસ્ટ્રેશન થતુ નથી. આ માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે.

(4:25 pm IST)