Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રવિવારે 'મોઢ સાયકલો ફન રાઇડ'

રાજકોટ મોઢવણિક મહાજન-યુથવિંગ દ્વારા : પ્રદુષણ-પર્યાવરણ બચાવવા જનજાગૃતિ લાવવા આયોજન

રાજકોટઃ  તા.૪, રાજકોટ મોઢવણિક મહાજન - યુથ વિગ દ્વારા પ્રદુષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવા જ્ઞાતિજનોમાં જનજાગૃતિ અને ફિટનેસ પ્રત્યે ઉત્સાહ વધારવાનાં હેતુ સાથે કોઈપણ વય મર્યાદા વગર રાજકોટની મોઢવણિક જ્ઞાતિ માટે સાયકલો ફન રાઇડ નું આયોજન કરવામાં આવેલ છે.  આ પ્રકારનું આયોજન સમગ્ર ભારતની મોઢવણિક જ્ઞાતિમાં સર્વ પ્રથમ થવા જઇ રહયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

 રાજકોટ મોઢવણિક મહાજન-યુથવિંગ આયોજીત 'મોઢ સાયકલો ફન રાઇડ' નું તા. ૭  રવિવારે સવારે ૬:૩૦ કલાકે પ્રારંભ થશે. સાયકલોફન રાઈડ રૂટ પ્રારંભ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, ઓપશન્સ શો રૂમથી ડાબી બાજુ પટેલ આઈસ્ક્રીમ તરફ, કિશાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, એસ્ટ્રોન ચોક, સરદાર નગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, મોઢવણિક વિદ્યાર્થી ભવન પૂર્ણાહુતી.

મોઢ સાયકલોફન રાઈડ ઇવેન્ટના મુખ્ય આકર્ષણઃ (૧) મોઢ સાયકલોફન રાઈડ ઇવેન્ટ માં ભાગ લેનાર તમામ જ્ઞાતિ જનોને રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા સર્ટિફિકેટ, મેડલ તથા એક ચોક્કસ ભેટ આપવામાં આવશે, (૨) ડી.જે સાઉન્ડ, ૩) આકર્ષક સેલ્ફી પોઇન્ટ, સાયકલ ફન રાઈડ પૂર્ણ થયા બાદ ઇવેન્ટમાં ભાગ લેનાર જ્ઞાતિ જનો માટે હેલ્ધી બ્રેકકાસ્ટનું આયોજન કરેલ છે. જે જ્ઞાતિજનો પાસે પોતાની સાયકલ નથી એમને કિશાનપરા સર્કલ પાસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાયકલ પોઇન્ટ પરથી સાયકલ ભાડે મળી શકશે. જે વ્યવસ્થા જે તે વ્યકિતએ પોતે સ્વખર્ચે કરવાની રહેશે.

 આયોજનને સફળ બનાવવા રાજકોટ મોઢવણિક મહાજન પ્રમુખ ભાગ્યેશભાઇ વોરા, મેને. ટ્રસ્ટી કિરેન છાપીયા, યુથવિંગના પ્રભારી ટ્રસ્ટી કેતન પારેખ, ઉપપ્રમુખ સુનીલ વોરા, મંત્રી અશ્વીન વડોદરીયા, ખજાનચી નીતીન વોરા, ટ્રસ્ટી મંડળના સભ્યો સંજય મણીયાર, આશીષ વાર, જગદીશ વડોદરીયા, ઇલેશ પારેખ તેમજ યુથવિંગના શ્રેયાસ મહેતા (કન્વીનર), પ્રશાંત ગાંગડીયા (સહ કન્વીનર), કમીટી  મેમ્બર : શ્યામલ પારેખ, દર્શિત વોરા, અંકિત મહેતા, ચિંતન વોરા, પ્રતિક પારેખ, રજત વોરા, શૈલજા શાહ, યેશા પારેખ, આકાશ દોશી, સૌમિલ દોશી, ઋષિત દોશી, અર્થ વોરા તથા રાજદીપ શાહ અને મોઢવણિક યુવા ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:18 pm IST)