Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રવિવારથી મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

સ્વ.રામજીભાઈ પાડલીયાની સ્મૃતિમાં રેસકોર્ષના મેદાનમાં આયોજન

રાજકોટ તા. ૪: આગામી ૭ માર્ચથી મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં સામાન્ય રીતે ૧૨થી ૧૬ ટીમોમાં સવારના અને સાંજના અખબારોની ટીમ ઉપરાંત ઇલેકટ્રોનિક મીડિયા, રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના આર.જે. જેવી ટીમો પણ ભાગ લેતી આ વર્ષે ટુર્નામેન્ટમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ફૂલછાબ, સાંજ સમાચાર, આજકાલ, ગુજરાત મિરર, અબતક મીડિયા, કાઠિયાવાડ પોસ્ટ, રેસ્ટ ઓફ પ્રેસની ટીમ ભાગ લઈ રહી છે.

આ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જ ગંભીરતાથી રમે છે. આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે.

 મૂળ પોરબંદરના અને હાલ ગાંધીનગર સ્થિત સામાજિક અગ્રણી હેમરાજભાઈ પાડલિયાએ તેમનાં પિતા રામજીભાઈ પાડલિયાનાં સ્મરણાર્થે આ ટુર્નામેન્ટમાં સહયોગ પૂરો પાડયો છે. જયારે કોમોડિટી ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સનાં મેનેજીંગ તંત્રી અને ક્રિકેટનાં હાર્ડકોર ચાહક એવા મયુર મહેતાએ વિજેતા ટીમને ૨૫ હજાર, રનર્સ અપ ટીમને ૧૫ હજાર સહિત શિલ્ડ અને બીજા અનેક ઇનામો મળી ને કુલ ૬૩ હજાર રૂપિયાનાં પુરસ્કારો જાહેર કર્યા છે.

'મધુધારા'નાં દર્શન ભાલારા દ્વારા દરેક મેન ઓફ ધી મેચને મૂલ્યવાન મધનું ગિફ્ટ પેક તેમજ હર્ષ રાછ પ્રક્રિશિવ ટી, રચિત એન્ટરપ્રાઈઝ દ્વારા પણ ગિફ્ટ પેક અપાશે. આ ઉપરાંત પણ અનેક મહાનુભાવો સહકાર આપી રહ્યા છે. ખેલાડીઓને વિધિવત ફિટનેસ ટ્રેઇનિંગ જાણીતા કોચ મુનાફ શેખ આપી રહ્યાં છે. આ આયોજન પણ સ્પોર્ટ્સ અને મીડિયાને જોડતી એક ઉત્તમ પ્રવૃત્તિ છે. એન્ટરપ્રાઈઝ દ્વારા પણ ગીફટ પેક અપાશે. ખેલાડીઓને ફિટનેસ ટ્રેઈનિંગ કોચ મુનાફ શેખ આપી રહ્યાં છે.

આ વર્ષે પણ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રાત્રી પ્રકાશમાં રમાશે અને ફાઈનલનાં ઝાકઝમાળ ઈનામ વિતરણ સમારંભ પછી ભોજન સમારોહ યોજાશે. ટુર્નામેન્ટના આયોજનમાં તુષાર રાછ, કમલેશ ગુપ્તા, અનિરૂધ્ધ નકુમ, હરેશ ધામી, કુલદીપ રાઠોડ, કિન્નર આચાર્ય, હુસૈન ભારમલ, જતીન પરમાર સહિતનાં મિત્રો જહેમત લઈ રહ્યાં છે.

(4:15 pm IST)
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેનું રોપ-વે બંધ access_time 11:20 am IST

  • પાકિસ્તાનના સેનેટ ચૂંટણીમાં ખૈબર પખ્તુનખ્વાહમાં પહેલા પાઘડીવાળા શીખ પ્રતિનિધિ બન્યા ગુરદીપ :સંસદના ઉપલાગૃહ માટે થયેલી ચૂંટણીમાં અલ્પસંખ્યક સીટ પર મોટા માર્જીનથી તેના હરીફ ઉમેદવારને હરાવ્યા : ગુરદીપસિંહને સદનમાં 145માંથી 103 મત મળ્યા જયારે જમિયત ઉલેમા -એ -ઇસ્લામના ઉમેદવાર રણજિતસિંહને માત્ર 25મત મળ્યા access_time 12:49 am IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST