Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અશાંત ધારોઃ ૩૦ અરજી આવીઃ એક મંજુરઃ હવે એક જ કોમ્‍યુનિટીના ખરીદનાર-વેચનાર હોય તો કલેકટરમાંથી સીધી મંજુરી મળી જશે

ચીટનીશ સામે બન્ને એફીડેવીટ કરશે એટલે નિર્ણયઃ સ્‍ટેમ્‍પમાં તારીખ ચાલી જશે તો રસ્‍તો કરાશે

રાજકોટ, તા. ૪ :. રાજકોટમાં આમ્રપાલી, છોટુનગર, રૈયા રોડ, એરપોર્ટ રોડ વિસ્‍તારની ૨૮ જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરાયો છે. આ સોસાયટીના ૫૦૦ ચો.મી. એરીયામાં પણ આ અશાંત ધારાની અસર-નિયમો લાગુ કરાયા છે.

દરમિયાન આ અશાંત ધારામાં મકાન, ફલેટ, બિલ્‍ડીંગ ખરીદવા અંગે કલેકટર સમક્ષ અરજી માટે ભારે ધસારો આવ્‍યો છે. કલેકટર શ્રી રેમ્‍યા મોહને પત્રકારોને જણાવ્‍યુ હતુ કે આજ સુધીમાં ૩૦ જેટલી અરજી આવી છે જે અંગે કાર્યવાહી થઈ રહી છે. દરમિયાન કલેકટરે આજે પત્રકારોને એક લેવાયેલ મહત્‍વના નિર્ણય અંગે ઉમેર્યુ હતુ કે મામલતદાર - પોલીસ અભિપ્રાયમાં ભારે મોડુ થતુ હોય અને લોકો હેરાન થતા હોય, હવે એક જ કોમ્‍યુનિટીના ખરીદનાર - વેચનાર પાર્ટી હોય તો તેમના માટે હવે મામલતદાર-પોલીસના અભિપ્રાયની જરૂરત નહિ રહે, અરજી કર્યે સીધી કલેકટરમાંથી મંજુરી મળી જશે.

કલેકટરે જણાવેલ કે બન્ને પાર્ટીઓ કલેકટર ૩ ચીટનીશ સમક્ષ એફીડેવીટ આપશે. સોગંદનામુ કરશે એટલે કલેકટરમાંથી મંજુરી મળી જશે. આ માટે અરજી કરનારા તમામને કહેવાય ગયુ છે. જ્‍યારે ખરીદનાર-વેચનાર જુદી જુદી કોમ્‍યુનિટી માટે ફરજીયાત અભિપ્રાય લેવાશે. આજ સુધીમાં ૩૦ અરજી આવી છે. જેમાંથી ગઈકાલે એકને મંજુરી આપી છે. જે એક પિતાની અરજી હતી અને તે પોતાની દિકરીને મકાન ગીફટ આપવા માંગતા હતા.

(4:02 pm IST)