Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજકોટ મેડિકલ કોલેજમાં ૧૦ વિદ્યાર્થીઓને કોરોના : હવે ઓનલાઇન અભ્‍યાસ થશે

ડીને તાત્‍કાલીક મીટીંગ યોજી કોરોના ગાઇડલાઇનનો પરિપત્ર અમલી બનાવ્‍યો : વિદ્યાર્થીઓને તાત્‍કાલિક વેકસીન આપવાનું શરૂ

રાજકોટ,તા. ૪: અત્રેની પી.ડી.યુ મેડીકલ કોલેજના પ્રથમ વર્ષ એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર કોલેજ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. અને કોલેજના ડીનશ્રીએ તાત્‍કાલીક મીટીંગ યોજી હવેથી ઓનલાઇન અભ્‍યાસ સહીતની સુચનાઓ જારી કરતો પરીપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા બે દિવસમાં પી.ડી.યુ મેડિકલ કોલેજમાં ઉપરા ઉપરી ૧૦ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા તાત્‍કાલીક કલાસ બંધ કરાવી. કોન્‍ટેકટ  ટ્રેસીંગ, ટેસ્‍ટીંગ અને કોરન્‍ટાઇનની કાર્યવાહી શરૂ કરાવી દેવાઇ હતી.

ગઇ સાંજે ૪: ૩૦ કલાકે પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.ના વિદ્યાથીઓ કોરોના પોઝીટીવ આવતા પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ અને દ્વીતીય વર્ષના વિદ્યાર્થીઓના અભ્‍યાસ અન્‍વયે એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ. જેમાં અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહેલ અને વિગતવાર મુદ્દાસર ચર્ચા કર્યા બાદ ડીનશ્રીએ અધ્‍યક્ષ સ્‍થાનેથી સદર બાબતે કોઇ પણ જાતનાં લેખિત આદેશની રાહ જોયા સિવાય મીટીંગમાં આપવામાં આવેલ મૌખિક આદેશાનુસાર તમામને તાત્‍કાલિક કામગીરી કરવા જણાવવામાં આવ્‍યું હતું.

(૧) પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.નાં વિદ્યાર્થીઓ કોરોનાં પોઝીટીવ આવેલ હોય  જેથી પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ. અને દ્વીતીય વર્ષનાં વિદ્યાર્ર્થીઓનાં અભ્‍યાસ અન્‍વયે તેવું નકકી કરવામાં આવ્‍યુ કે, હાલની આ પરિસ્‍થિતિ ઘ્‍યાને લઈ માત્ર પ્રથમ વર્ષનાં વિધાર્થીઓ માટે એક સપ્તાહ માટે ઓનલાઈન અભ્‍યાસક્રમ ચાલુ કરવો અને શકય હોય ત્‍યાં સુધી વધારેમાં વધારે થીયરી ક્‍લાસીસ લેવા અને ફીઝીકલ કલાસીસ ન યોજવાનું નકકી કરેલ છે.ભવિષ્‍યની પરિસ્‍થિતિને ધ્‍યાને લઈ આગળનું આયોજન કરવામાં આવશે.

(ર) જે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવેલ છે તેવા વિદ્યાર્થીઓને કોવિડ હોસ્‍પિટલ ખાતે બીજા માળે આઇસોલેટ કરવાના રહેશે અને આ અંગે જરૂરી વ્‍યવસ્‍થા માટે તબીબી અધિક્ષકશ્રીએ તેમનાં તાબાનાં અધિકારી/કર્મચારીઓને તાકીદે સુચના આપવાની રહેશે અને આ વ્‍યવસ્‍થા આજથી જ શરૂ કરવામાં આવશે.

(૩) જે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવેલ છે તેના કલોઝ કોન્‍ટેકટમાં આવેલા વિદ્યાર્થીઓએ પોતાના રૂમમાં જ રહેવાનું રહેશે અને કવોરેન્‍ટાઇનનાં તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૪) હોસ્‍ટેલ ખાતે રહેતા તમામ વિદ્યાર્થીઓએ મેસ રૂમમાં જઇને ભોજન ન લેતા, જમવા માટે મેસમાંથી જ ટીફીન લઇ પોતાનાં રૂમ પર મંગાવવાની રહેશે.

(પ) કોવિડ પોઝીટીવ વિદ્યાર્થીઓનાં રૂમ તાત્‍કાલિક અસરથી સેનીટાઇઝ કરવાનાં રહેશે આ અંગે એસ.આઇ.શ્રીને જરૂરી સુચના કરવામાં આવી.

(૬) એક સપ્તાહ માટે ઓનલાઇન સ્‍ટડી માટે પ્રથમ વર્ષના તમામ વિભાગીય વડાશ્રીઓએ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી ઓનલાઇન અભ્‍યાસ કરાવવાનો રહેશે જે અન્‍વયે તમામને લીક મળી જાય તથા કોઇપણ પ્રશ્ન ઉપસ્‍થિત ન થાય તે જોવાની જવાબદારી વિભાગીય વડાશ્રીઓની રહેશે જે માટે એનેટોમી વિભાગનાં હાલના વોટએપ ગ્રુપમાં બીજા વિભાગને સાંકળી લેવાનાં રહેશે. જે માટે ફેકલ્‍ટીએ કલાસ રૂમમાં આવી કલાસ લેવાનાં રહેશે. જેથી એકસુત્રતા જળવાઇ રહે.

(૧૦) કોવિડ-૧૯ની પ્રવર્તમાન સમગ્ર્ર ગાઇડ લાઇનનું હાલ તેમજ ભવિષ્‍યમાં આવનાર ગાઇડલાઇનનુ઼ પાલન થાય તે તમામે જોવાનું રહેશે.

(૧૧) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ખાસ કિસ્‍સામાં વેકસીન આપવા માટે વેકસીનેશન રુમ ખાતે અનુક્રમે ગુરૂ, શુક્ર, શનિ બેચ એ (રોલ નં. ૧ થી ૬૭) બેચ-બી, (રોલ નં. ૬૮ થી ૧૩૪), બેચ સી., (રોલ નં.૧૩પ થી ર૦૦) ત્રણ દિવસ સાંજે ૦૪-૩૦ થી ૦પ-૩૦ વાગ્‍યા સુધી સંપર્ક કરવાનો રહેશે અને આ અંગે તબીબી અધિક્ષકશ્રીએ ત્‍યાની વ્‍યવસ્‍થા અંગે જરૂરી સુચના આપવાની રહેશે.

ઘોડા છુટયા પછી તબેલાને તાળા !!

આમ ઓચિંતા જ મેડીકલ કોલેજમાં કોરોનાનો રાફડો ફાટયા બાદ હવે તકેદારીના પગલા લેવાના શરૂ થતા ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવામાં આવ્‍યા હોવાનો ઘાટ ઘડાયો છે.

(3:29 pm IST)