Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

બાલભવનમાં રમત ગમત સ્પર્ધા

 કોરોના હળવો થતા બાલભવનની સાપ્તાહિક પ્રવૃત્તિઓ શરૂ થઇ છે. જે અંતર્ગત તાજેતરમાં રમત ગમત સ્પર્ધા યોજવામાં આવતા ૨૦૭ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૫ થી ૧૦ વર્ષના બાળકો માટે મંકી બોલ સ્પર્ધા રાખવામાં આવેલ. જેમાં પ્રથમ ક્રમે પાર્થ પારેખ, દ્વીતીય ક્રમે શકિના રાજા, તૃતીય ક્રમે દેવ મહેતા વિજેતા બનેલ. જયારે થર્મોબોલમાં અનુક્રમે જીલ કારીયા, તનીશા જોષી અને યશસ્વી ડાવેરા વિજેતા બનેલ. એજ રીતે ૧૧ થી ૧૬ વર્ષના ગ્રુપમાં ટાર્ગેટ બોલમાં પ્રથમ ત્રણ સ્થાને અનુક્રમે સાદીકોટ અલીઅસગર, મંથન વાઘેલા, જયમીન દેસાઇ તેમજ કોઇન કલેકશનમાં  અનુક્રમે કલ્પ ચુડાસમા, રૂકૈયા ભારમલ, તસ્નીમ હિરાણી પ્રથમ ત્રણ સ્થાને વિજેતા બનેલ. આ બાળકોને સંસ્થાના માનદમંત્રી મનસુખભાઇ જોષી અને ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સમગ્ર રમત ગમતનું સંચાલન ધર્મેન્દ્રભાઇ પંડયા અને બાલભવન પરિવારે કરેલ.

(2:49 pm IST)