Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ત્રણ લાખ ઉછીના આપવાના બદલામાં આપેલ ચેક રિટર્ન કેસમાં પી.એસ.આઇ.નો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા ૪ : કોન્સ્ટેબલે પી.એસ.આઇ. ને રૂપીયા ત્રણ લાખ હાથ ઉછીના આપ્યા અને પી.એસ.આઇ. ના ચેક રીટર્ન બદલ કરેલ ફરીયાદમાં આરોપી પી.એસ.આઇ.નો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર મુકામે કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હર્ષદસિંહ પ્રવિણસિંહ ગોહીલે તેના  મિત્ર પી.એસ.આઇ ભીખુભા સામતભાઇ ખાચરન ે સને ૨૦૦૫ ના આરસામાં ત્રણ લાખ પુરા વગર વ્યાજે હાથ  ઉછીના આપેલા તે બદલ પી.એસ.આઇ. પાસેથી સહીવાળો કોરો ચેક લેવામાં આવેલ, જેમાં કોન્સ્ટેબલે ફરીયાદીએ ચેકની વિગત જાતે ભરી ચેક બેંકમાં જમા કરાવતાં ખાતું બંધ  નો  શેરો આવેલ અને ફરીયાદી કોન્સ્ટેબલે પી.એસ.આઇ. આરોપી ન ેચેક રીટર્નની નોટીસ આપેલ, અને નોટીસ બજી ગયા બાદ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસમાં ફરીયાદી કેન્સ્ટેબલ તેનું કાયદેસરનું લેણું આરોપી પી.એસ.આઇ. પાસેથી વસુલવા માટેના લેખીત આધાર-પુરાવા રજુ કરી શકેલ નહીં  અને આરોપીને નોટીસ બજી ગયેલ  હોવાનું ફરીયાદી સાબીત  કરી શકેલ નહીં, જથી રાજકોટના અધિક ચીફ. જયુડી. મેજી. શ્રીઆર.બી. ગઢવીએ આરોપી  પી.એસ.આઇ. ન ેઆરોપીના એડવોકેટ અશ્વિન એસ.ભટ્ટની દલીલો તથા  રજુ કરેલા ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી પી.એસ.આઇ. ભીખુભા સામતભાઇ ખાચર સેનાપતિ કચેરી, એસ.આર.પી. જુથ-૧૦ મુ. વાલીયા, જી.ભરૂચને  નિર્દોર્ષ ઠરાવી  છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

(3:26 pm IST)