Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાજકોટને પીવાનું પાણી પુરૃં પાડતા ન્યારી-૧ ડેમમાં 'સૌની યોજના' હેઠળ નર્મદા મૈયાનું અવતરણ : વડાપ્રધાન મોદીના હસ્તે રિમોટ કંટ્રોલથી લોકાર્પણ

રાજકોટ : આજે તા.૪ના શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-૦૧ ડેમને 'સૌની યોજના' હેઠળ નર્મદા મૈયાનું અવતરણ થયું હતું. દરમિયાન આજે જામનગર ખાતે પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરથી રિમોટ કંટ્રોલ મારફત ન્યારી-૧માં નર્મદા નીરનું ડીજીટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ન્યારી ડેમ ખાતે યોજાયેલ લાઇવ ટેલીકાસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને નર્મદા નીરને વધાવતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી તથા ડી. જે. જાડેજા, સિટી એન્જીનીયર કામલીયા, દોઢીયા, આસી. કમિશનર હર્ષદ પટેલ તથા કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ પુજારા તેમજ મહાનગરપાલિકાના સંબંધક અધિકારીઓ વિગેરે નજરે પડે છે.

(3:26 pm IST)