Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

દેશમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેકટસ ઓળખી કાઢવા કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત છ શહેરોની પસંદગી : બંછાનિધી પાની

પસંદ થયેલા શહેરોમાં રાજકોટ ઉપરાંત રાંચી, ઇન્દોર, ચેન્નઈ, અગરતલા અને લખનઉનો સમાવેશ : કન્સ્ટ્રકશન ટેકનોલોજી ઇન્ડિયા – ૨૦૧૯, એકસ્પો-કમ-કોન્ફરન્સ - ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - ઇન્ડિયામાં કેન્દ્ર સરકારનાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કરી જાહેરાત : આ વિશ્વની લેટેસ્ટ ટેકનોલોજીનાં ઉપયોગ સાથેના દીવાદાંડીરૂપ પ્રોજેકટસ એક : મોડેલસમાન રહે અને પછી તેનું દેશભરમાં અનુકરણ ઉપયોગ કરી નાગરિકોને : શ્રેષ્ઠ અને ગુણવત્તાયુકત ઘર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારશ્રીની અનોખી પહેલ

રાજકોટ તા. ૪ : રાજકોટ માટે વધુ એક ગૌરવપૂર્ણ એવા એક અહેવાલ અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ એફોર્ડેબલ અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી જે પ્રગતિ સાધી છે તેની હાઉસિંગ પ્રોજેકટ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. વિશ્વમાં આવિષ્કાર પામેલી અવનવી ટેકનોલોજીનો ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે ઉપયોગ કરી નાગરિકોને શ્રેષ્ઠ અને સર્વોત્તમ ગુણવત્તાયુકત ઘર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારશ્રીએ જુન-૨૦૧૯ સુધીમાં એવા દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેકટસ ઓળખી કાઢવા એક જબરદસ્ત અભિયાન હાથ ધર્યું છે, જે એક મોડેલ સમાન બની રહે અને પછી તેનું દેશભરમાં અનુકરણ થઇ શકે. રાજકોટ મહાનગરપાલિકાએ હાઉસિંગ ક્ષેત્રે જે નવી પહેલ કરી છે તેને નજર સમક્ષ રાખતા કેન્દ્ર સરકારશ્રીએ (લાઈટહાઉસ પ્રોજેકટ્સ) દીવાદાંડીરૂપ એટલે કે માર્ગદર્શક પ્રોજેકટસ ઓળખી કાઢવા રાજકોટ સહિત કુલ છ શહેરોની ઓળખ કરી છે.

 

તાજેતરમાં કેન્દ્ર સરકારશ્રીનાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કંસ્ટ્રકશન ટેકનોલોજી ઇન્ડિયા - ૨૦૧૯ - એકસ્પો-કમ-કોન્ફરન્સ - ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ એકસ્પો-કમ-કોન્ફરન્સ ઇવેન્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૩૨ દેશોના ૨૫૦૦થી વધુ પ્રતિનિધિઓએ સીટીઆઈ-૨૦૧૯માં ભાગ લીધો હતો. લાઇટહાઉસ પ્રોજેકટ્સને શોધવા માટે છ શહેરોની ઓળખ કરવામાં આવી છે જે 'લાઇવ લેબોરેટરીઝ' તરીકે સેવા આપશે. આ છ શહેરોમાં ૧. રાજકોટ (ગુજરાત), ૨. રાંચી (ઝારખંડ), ૩. ઇન્દોર (મધ્યપ્રદેશ) ૪. ચેન્નઈ (તમિલનાડુ), ૫. અગ્રતાલા (ત્રિપુરા) અને ૬. લખનઊ (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

આ પ્રસંગનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.  આ પ્રસંગે રાજય પ્રધાન  ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય હરદીપ એસ પુરી ઉપસ્થિત રહયા હતાં.

વડાપ્રધાનશ્રીએ આગામી વર્ષ, એપ્રિલ -૨૦૧૯ થી માર્ચ-૨૦૨૦ 'બાંધકામ ટેકનોલોજી વર્ષ' તરીકે જાહેર કર્યું હતું. આ જીએચટીસી-ઇન્ડિયા અને પોલ-વોલ્ટ હેઠળના બાંધકામ ક્ષેત્રને વધુ ઊંચાઈએ શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવા અમલીકરણ માટે શ્રેણીબદ્ઘ પ્રવૃત્ત્િ।ઓનું આયોજન કરવામાં આવી રહયું છે. યોજનાની કેટલીક પ્રવૃત્તિઓ નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન) નો લાભ પણ લેશે જેથી યુવા પેઢી સૌથી આધુનિક એવી નવી ટેકનોલોજીનાં આવિષ્કારથી પરિચિત હોય.

(3:23 pm IST)