Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ઢોલરા અને રાવકીમાં નર્મદાના નીર વહયા.. જોવા લોકો ટોળે વળ્યા

રાજકોટ : લોધીકા તાલુકાના ઢોલરા અને રાવકી ગામમાં સૌની યોજના દ્વારા નર્મદા મૈયાના નીરની પધરામણી થઇ હતી. મુખ્યમંત્રી રાજકોટના સપુત છે, જેથી રાજકોટ શહેરને પીવાના પાણી માટે પહેલા આજી ડેમ ભરવામાં આવ્યો હવે, રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતો કોર્પોરેશનનો ન્યારી-૧ ડેમ ભરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાત-દિવસ એકઠા કરી સિંચાઇ વિભાગ દ્વારા પાઇપ લાઇનનું કામ પૂર્ણ કરી ન્યારી ડેમ ભરવા ઢોલરા અને રાવકી ગામમાં વાલ્વ ખોલતાં બન્ને ગામની નદીમાં ભરચોમાસામાં પાણી વહે તેમ નર્મદાનું પાણી નદીમાં વહેવા માંડયું છે. જેથી બન્ને ગામનાં ગ્રામજનોમાં આનંદના ઘોડાપુર ઉમટયા છે.  દિનેશભાઇ બગથરીયા ઢોલરા તથા રાવકી ગામનાં સરપંચ બીંદુભા જાડેજા, દ્વારા નર્મદા મૈયાના વધામણા કરવા પૂજનનો કાર્યક્રમ રાખેલ જેમાં સ્થાનીક ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા. લો. સંઘના વાઇસ ચેરમેન મનસુખભાઇ સરધારા, તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા, તાલુકા સદસ્ય દીગુભા જાડેજા, ભગાભાઇ માટીયા, એડવોકેટ કથીરિયા, સુરૂભા જાડેજા, ખાંભા સરપંચ રાજભા જાડેજા, જીલ્લા ભાજપ અગ્રણી મોહનભાઇ દાફડા વગેરે તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારની કામગીરીને અભિનંદન પાઠવેલ હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:01 pm IST)