Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

માધવ સહકારી શરાફી મંડળીના ચેક રિટર્ન કેસમાં ચાંદની મંડપના સંચાલકને ૧ વર્ષની સજા

રાજકોટ, તા., ૪: રાજકોટની જાણીતી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. ના બાકીદાર એજાઝહુશેન ઇસ્‍તીયાક હુશેન સૈયદ(ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર)એ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. એ અત્રેની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ. જે કેસ ચાલી જતા અત્રેના જજશ્રી એ મંડળીના બાકીદાર એવા એજાઝહુસેન સૈયદ(ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર)ને ૧ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા ૧,૬પ,૦૦૦નું વળતર ફરીયાદી મંડળીને ૬૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ ર (બે) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્‍સાની ટુંકમાં વિગત એવી છે કે એજાઝ હુસેન ઇસ્‍તીયાક હુશેન સૈયદ(ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર) રહે. કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટવાળાએ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ના સભાસદ દરજ્જે લોન લીધેલ. સદરહું લોનની બાકી રકમ ચુકવવા એજાઝ હુશેન ઇસ્‍તીયાક હુશેન સૈયદ (ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર)એ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ને રૂા. ૧,૬પ,૦૦૦નો  ચેક આપેલ. જે ચેક વગર વસુલાતે પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે એજાઝ હુશેન ઇસ્‍તીયાક હુશેન સૈયદ (ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર) વિરૂધ્‍ધ ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

કોર્ટે દલીલો તથા સુપ્રીમ કોર્ટ -હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ધ્‍યાને લઇ અત્રેના સ્‍પે. નેગોશીયેબલ કોર્ટના પ્રિસાઇડીંગ ઓફીસર શ્રી ડી.એસ.ત્રિવેદી સાહેબે ચુકાદો આપી આરોપી એજાજહુશેન ઇસ્‍તીયાકહુશેન સૈયદ (ચાંદની મંડપ સર્વિસના પ્રોપ્રાઇટર)ને દોષીત ઠરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧,૬પ,૦૦૦નું વળતર ફરીયાદી મંડળીને ૬૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો વળતરના ચુકવે તો વધુ ર (બે) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. વતી એડવોકેટ તરીકે કિશન એમ.પટેલ, જયદીપસિંહ બી.રાઠોડ, આદમશા જી.શાહમદાર તથા મદદનીશ તરીકે જયેશ નાગદેવ, યશસ્‍વી બોડા, ભારતી રાણેવાડીયા, પાર્થરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.

(4:34 pm IST)