Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પાંચ લાખ પ૦ હજારનાં ચેક રિટર્ન કેસમાં પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટના માલીકને સમન્‍સ

રાજકોટ તા. ૪: રાજકોટના રહીશ ઉષાબેન રજનીભાઇ દવે એ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઇટર આરાધનાબેનના પતિ સમિતકુમાર હસમુખભાઇ પાંચાણી ને હાથ ઉછીની લીધેલ રકમ રૂા. પ,પ૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પચાસ હજાર પુરા પરત કરવા ફરીયાદી ઉષાબેન રજનીભાઇ દવેની તરફેણમાં કરી આપેલ ચેક રીર્ટન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઇટર આરાધનાબેનના પતિ સમિતકુમાર હસમુખભાઇ પાંચાણીને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકકીત જોઇએ તો રાજકોટના યુનિ. રોડ ઉપર રહેતા આરોપી પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઇટર આરાધનાબેનના પતિ સમિતકુમાર હસમુખભાઇ પાંચાણીને નાણાની જરૂરીયાત ઉત્‍પન્‍ન થતા પારીવારીક મિત્રતાના સંબંધના નાતે રાજકોટમાં શિવમ પાર્ક સોસાયટી, આલાપ ગ્રીન સીટી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રહેતા ફરીયાદી ઉષાબેન રજનીભાઇ દવે પાસેથી રૂા. પ,પ૦,૦૦૦/- આરોપીએ હાથ ઉછીના લીધેલ અને રકમ પરત કરવા વચન, વિશ્‍વાસ અને ખાત્રી આપેલ, અને સદરહું નાણા પરત કરવા આરોપીએ પોતાની ખાતાનો ચેક ફરીયઇાદીને આપેલ અને ચેક આપતી વખતે સદરહું લેણી રકમ ફરીયાદીને મળી જશે તેવું પાકુ વચન, વિશ્‍વાસ અને ખાત્રી આપેલ તેથી આરોપી પર ભરોસો રાખી ફરીયાદીએ સ્‍વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા બેંક દ્વારા સદરહું ચેક રીર્ટન કરતા ફરીયાદીએ પોતાના એડવોકેટશ્રી મારફત આરોપીને ધ નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ મુજબ લીગલ નોટીસ આપેલ પરંતુ છતાં પણ આરોપી દ્વારા સદરહું રકમ પરત કરેલ નહીં તેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂધ્‍ધ નામદાર અદાલતમાં ધ નેગલોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને નામદાર અદાલત દ્વારા આરોપી પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઇટરના પતિ સમિતકુમાર હસમુખભાઇ પાંચાણીને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

 ઉપરોકત કામમાં ફરીયાદી ઉષાબેન રજનીભાઇ દવે વતી રાજકોટના એડવોકેટ શ્રી મોહિત વી. ઠાકર રોકાયેલ હતા.

(4:12 pm IST)