Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

એડવોકેટ હેમેન્‍દ્ર જોશીની નોટરીપદે નિમણૂંકઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ મુળ રાણપુર(સોરઠ) હાલ રાજકોટના વતની હેમેન્‍દ્ર એસ.જોશીએ બી.કોમ, એલએલ.બી.નો અભ્‍યાસ કરેલ છે. તેઓ રેવન્‍યુ પ્રેકટીસમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે. હેમેન્‍દ્ર એસ.જોશીએ રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી દિનેશભાઇ જે.વ્‍યાસ સાથે વર્ષ ૨૦૦૯માં વકીલાતની સનદ મેળવી પ્રેકિટસ શરૂ કરેલ. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંક લી. તથા સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક તથા રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે તેઓને મિત્રો, સગાસંબંધીઓ તથા બહોળા વકીલ વર્ગ તરફથી તેમજ બાર એસોસીએશનના સભ્‍યો તરફથી મો.૯૮૨૫૭ ૦૬૪૪૬ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.(

(4:11 pm IST)