Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

બોલવા, સમજવાની વિવિધ સમસ્‍યાઓનું સમાધાન આપતુ સૌપ્રથમ પુનર્વસન કેન્‍દ્ર રાજકોટમાં કાર્યરત

જન્‍મજાત અથવા અનેક કારણોસર બાળકો તેમજ મોટી વ્‍યકિતઓમાં ઉદ્‌ભવતી બોલવા અવાજ સંબંધીત તકલીફોનો યોગ્‍ય ઉકેલ કોઇપણ પ્રકારના ઓપરેશન વિના માત્રને માત્ર યોગ્‍ય સારવારથી શક્‍ય બન્‍યો

રાજકોટ તા. ૪ : શું બાળકને બોલવામાં તકલીફ છે? બાળક વાક્‍યોને યોગ્‍ય રીતે નથી બોલી શકતું? શું મોટી ઉંમરે પણ બોલતા વચ્‍ચે અટકો છો? શું બાળક રંગોને નથી ઓળખી શકતું? તે યોગ્‍ય રીતે ચાલવામાં તકલીફ પડે છે? બાળકને તમે કહો તે નથી સમજી શકતું? આ અને આવા અનેક પ્રશ્નોનો ઉકેલ હવે રાજકોટમાં આવેલ ડિવાઇન રિહેબીલિટેશન સેન્‍ટર દ્વારા શક્‍ય બન્‍યો છે. જન્‍મજાત અથવા અનેક કારણોસર બાળકો તેમજ મોટી વ્‍યક્‍તિઓમાં ઉદભવતી બોલવા એટલે કે આપણા અવાજ સંબંધીત તકલીફોનો યોગ્‍ય ઉકેલ કોઇપણ પ્રકારના ઓપરેશન વિના માત્ર ને માત્ર યોગ્‍ય સારવારથી શક્‍ય બન્‍યો છે. જેના માટે ગુજરાતના પ્રથમ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ સ્‍પીચ લેંગ્‍વેજ પેથોલોજિસ્‍ટ તેમજ ૧૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવાનો અનુભવ ધરાવતા શ્રી કુંજ વછરાજાની એ ડિવાઇન રિહેબિલિટેશન સેન્‍ટર રાજકોટમાં સ્‍થાપના કરી અને સ્‍પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્‍યુપેશનલ થેરાપી અને સાયકોથેરાપી સેવાઓને એક જ છત નીચે એકિકૃત રીતે લાવ્‍યા છે.

રાજકોટ ગુજરાતમાં આ પ્રકારનું સૌપ્રથમ મલ્‍ટિડિસિપ્‍લિનરી સેન્‍ટર રજુ કરનાર શ્રી કુંજ વિભાકરભાઇ વછરાજાનીએ જણાવ્‍યું હતું કે, આપણી બદલાતી લાઇફ સ્‍ટાઇલ, મોબાઇલનો વધતો ઉપયોગ, કોઇ અકસ્‍માતે અથવા વંશપરંપરાગત રીતે બાળકોમાં તેમજ મોટી વ્‍યક્‍તિઓમાં અવાજ સંબંધીત સમસ્‍યાઓ જેમકે તોતડાપણું, અચકાતા બોલવું, પાતળો અવાજ કે જાડો અવાજ હોવો, કોઇ કારણો સર અવાજ જતો રહેવો આવી અનેક સમસ્‍યાઓનું પ્રમાણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક ગણું વધ્‍યું છે. ઉપરાંત બાળક વસ્‍તુ સમજી ન શકે, અમુક ઉંમર પછી પણ યોગ્‍ય રીતે બોલવામાં કે ચાલવામા તકલીફ પડવી કે ખોટા શબ્‍દો લખવા કે રંગોની ઓળખમાં પણ તકલીફ પડવી વગેરે બાબતોની નજર અંદાજ કર્યા વિના યોગ્‍ય પધ્‍ધતિથી ઇલાજ થવો જરૂરી છે. આ માટે સ્‍પીચ થેરાપીની સાથે દર્દીના માનસિક અને શારીરિક બાબતોની યોગ્‍ય સારવારની પણ એટલી જ જરૂરિયાત રહે છે ત્‍યારે તે તમામ સારવાર એકજ જગ્‍યાએ મળે તે ખુબ જરૂરી હોય છે. જેને ધ્‍યાનમાં રાખી ગુજરાતમાં આ પ્રકારનું સૌપ્રથમ પુનર્વસન કેન્‍દ્ર ડિવાઇન રિહેબીલિટેશન સેન્‍ટર રાજકોટમાં કાર્યરત બન્‍યું છે.

ફિઝીયોથેરાપી વિભાગમાં સારવાર થકી દર્દીઓની પ્રાથમિક આરોગ્‍યસંભાળ ને વધુ સારી જ નહીં પરંતુ વધુ સસ્‍તી બનાવવાનું લક્ષ્ય રખાયું છે. સેરેબ્રલ પાલ્‍સી, આંચકિ, ઓટીઝમ, ડાઉન સિન્‍ડ્રોમ વગેરે ઉપરાંત નસ દબાવવાથી થતી તકલીફો, લકવા રમત-ગમતમાં થતી ઇજાઓ વગેરેની સારવાર વિવિધ કસરતો દ્વારા ફિઝિયોથેરાપી વિભાગમાં શક્‍ય બન્‍યું છે. અહિં બાળકોને તેમજ દરેક લોકોને દર્દી તરીકે નહીં પણ ઘર જેવું વાતાવરણ મળી રહે તેવી રીતે બનેલા અત્‍યાધુનિક કેન્‍દ્રમાં વ્‍યક્‍તિગત સારવાર અપાય છે. ગુજરાતના પ્રથમ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ સ્‍પીચ લેંગ્‍વેજ પેથોલોજિસ્‍ટ શ્રી કુંજ વછરાજાની, ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. કૃતિ દેસાઈ અને મનોચિકિત્‍સક તરીકે શ્રીમતી ખ્‍યાતી પટેલ અને તેમની ટીમ કાર્યરત છે. ૧૩/૩ જાગનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે કાર્યરત ડિવાઇન રિહેબીલિટેશન સેન્‍ટરનો સંપર્ક થઇ શકે છે.

(4:10 pm IST)