Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મેડીકલ સ્‍ટુડન્‍ટ વાલી મંડળના નીટમાં મુદત વધારાની સફળ રજુઆત

મનસુખભાઇ માંડવીયાને રમેશભાઇ ટીલાળાએ રજુઆત કરતા હકારાત્‍મક અભિગમ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૪: એમ.બી.બી.એસ. પાસ કરેલા ડોકટરોએ આગળના અભ્‍યાસ માટે નીટની પરીક્ષા આપવાની હોય તેમની મુદતમાં સમય વધારાની માંગણી માટે મેડીકલ સ્‍ટુડન્‍ટ વાલી મંડળે રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાને રજુઆત કરતા રમેશભાઇ ટીલાળાએ કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને ટેલીફોનીક અને લેખીત રજુઆત કરતા મનસુખભાઇ માંડવીયાએ મુદત વધારો કરી આપતા વાલીઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે. નેશનલ એલીજીબીલીટી કમ એન્‍ટ્રસ ટેસ્‍ટ માટે નેશનલ મેડીકલ કમીશન (એનએમસી) એ જાહેરાત કરી હતી કે ભારત દેશની તમામ મેડીકલ કોલેજોએ ૩૧ માર્ચ ર૦ર૩ સુધીમાં ઇન્‍ટરશીપ પુરી કરેલ હોય તેજ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાના ફોર્મ ભરી શકશે. કોરોનાના કારણે દેશની ઘણી મેડીકલ કોલેજોમાં ઇન્‍ટરશીપ ૧પ એપ્રીલ ર૦ર૩ સુધીમાં પુરી થવાની હોય આવી કોલેજોમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે નિરાશ થયા હતા અને આગળ અભ્‍યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે તે માટે આવા વિદ્યાર્થીઓના વાલી મંડળે રાજકોટ ૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાને આ અંગે રજુઆત કરતા રમેશભાઇ ટીલાળાએ કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રીને આ અંગે રજુઆત કરતા કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ નીટની પરીક્ષામાં સમય વધારી દેતા આવા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે. (૪.૭)

(2:09 pm IST)