Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ક્રાઇસ્‍ટ કોલેજ દ્વારા કાલે સાયન્‍સ સિમ્‍પોઝિયમ રાષ્‍ટ્રીય કક્ષાનું આયોજન : દેશભરની કોલેજોના વિદ્યાર્થીઓ પ્રેઝન્‍ટેશન આપશે

રાજકોટ તા. ૪ : મલ્‍ટી ફેકલ્‍ટી ક્રાઇસ્‍ટ કોલેજ રાજકોટ દ્વારા કાલે તા. ૫ ના રવિવારે રાષ્‍ટ્રીય કક્ષાનો સાયન્‍સ સિમ્‍પોઝીયમ યોજવામાં આવેલ છે. જેમાં દેશભરની વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓના યુ.જી., પી.જી., રીસર્ચ સ્‍કોલર્સ તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાના સંશોધનો પોસ્‍ટર અને ઓરલ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી રજુ કરશે.

સિમ્‍પોઝિયમના મુખ્‍ય વકતા તરીકે ટાટા ઇન્‍સ્‍ટીટયુટ ફોર જિનિટીકસ એન્‍ડ સોસાયટી બેંગ્‍લોરના ડાયરેકટર ડો. રાકેશ મિશ્રા તેમજ મુખ્‍ય મહેમાન તરીકે સૌ.યુનિ.ના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી, અતિથિ વિશેષ તરીકે સૌ.યુનિ. વિજ્ઞાન વિદ્યાશાખાના અધરધેન ડીન ડો. મેહુલભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મપ્રાંતના ધર્માધ્‍યક્ષ શ્રી બિશપ જોસ ચિટ્ટોપારામ્‍બિલના અધ્‍યક્ષ સ્‍થાને કેમ્‍પસ ડાયરેકટર ફાધર (ડો.) જોમન થોમનાનીની આગેવાની હેઠળ આચાર્યાશ્રી ડો. ઇવોન ફર્નાન્‍ડીસના માર્ગદર્શન હેઠળ કન્‍વીનર ડો. ચાર્મી કોઠારી (મો.૯૪૨૮૦ ૩૫૫૮૩), કો-કન્‍વીનર ઉસ્‍માનગની તાબાણી (મો.૯૮૯૮૧ ૭૭૬૪૬) તેમજ સમગ્ર પ્રાધ્‍યાપકગણ જહેમત ઉઠાવી રહેલ છે. (૧૬.૧)

(2:07 pm IST)